________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૮ ૩
સંયોગ સંબંધથી ઘટમાં ઘી રહે છે. આધાર હોવાના કારણે ધૃતઘટ કહેવાય છે. વૃત ઘટ કહેવડાવવામાં વૃતનો આધાર હોવો નિમિત્ત છે. જે મનુષ્ય અત્યારે મનુષ્ય છે, તે જો ક્યારેક અર્થાત્ પૂર્વ ભવમાં ઈન્દ્ર બની ચૂક્યો હોય અથવા આગામી કાળમાં અર્થાત્ આગામી ભવમાં ઈન્દ્ર બની જવાનો હોય, તો તેને આ રીતિથી ઈન્દ્ર કહી શકાય છે.
અહીં ધ્યાન રાખવું કે, પર્યાય અનેક પ્રકારના હોય છે. માટીના પિંડનો ઘટના આકારમાં પરિણામ પર્યાય છે. આ પરિણામનું કારણ હોવાથી માટી દ્રવ્ય ઘટ છે. માટી ઘટનું કારણ હોવાથી દ્રવ્ય ઘટ છે અને ઘટ ધૃતનો આધાર હોવાથી વૃતઘટ છે. આ બંને નિક્ષેપાઓમાં કારણનો કારણભાવ સમાન નથી. વૃતને ધારણ કરવામાં ઘટ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. ઘટ વૃતના સંયોગરૂપમાં પરિણત નથી થતો, નિમિત્ત કાર્ય રૂપમાં પરિણામ નથી થઈ શકતું. માટી દ્રવ્ય ઘટ છે, પરંતુ તે ઘટનું પરિણામી કારણ છે, નિમિત્ત કારણ નથી. માટી ઘટરૂપને ધારણ કરી લે છે. દ્રવ્ય નિક્ષેપને માટે અર્થનું કારણ હોવું જોઈએ, તે પરિણામી કારણ હોય કે નિમિત્ત કારણ હોય, તે દ્રવ્ય નિક્ષેપના રૂપમાં હોઈ શકે છે. દ્રવ્ય નિક્ષેપનું ભિન્ન દૃષ્ટિકોણથી સ્વરૂપ જણાવતાં કહે છે કે,
क्वचिदप्राधान्येऽपि द्रव्यनिक्षेपः प्रवर्तते यथाऽङ्गारमर्दको द्रव्याचार्यः, आचार्यगुणरहितत्वात् अप्रधानाचार्य इत्यर्थः। (जैनतर्कभाषा)
અર્થ :- ક્યાંક અપ્રધાનતામાં પણ દ્રવ્ય નિક્ષેપ પ્રવૃત્ત થાય છે. જે રીતે અંગારમર્દક દ્રવ્યાચાર્ય કહેવામાં આવ્યા છે. આચાર્યના ગુણોથી રહિત હોવાના કારણે અપ્રધાન આચાર્ય છે. આ દ્રવ્ય પદનો અહીંયાં અભિપ્રાય છે.