________________
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણેય જ્ઞાન પ્રમાણ નથી.
આ લક્ષણમાં “સ્વ અને પર' પદ પ્રમાણના સ્વરૂપને પ્રકાશિત કરે છે. આ પદોથી કોઈ અતિવ્યાપ્તિનું નિવારણ થતું નથી. વિશેષણ બે પ્રકારનાં હોય છે. વ્યાવર્તક અને સ્વરૂપબોધક. જે વસ્તુને જાણવા ઈચ્છતા હોઈએ એનાથી ભિન્ન વસ્તુની પ્રતીતિને રોકવા માટે વ્યાવર્તક વિશેષણ હોય છે. વ્યાવર્તક વિશેષણ ન હોય તો જે લક્ષ્ય નથી તે પણ લક્ષ્યસ્વરૂપ પ્રતીત થવા લાગે. વ્યાવર્તક વિશેષણ અલક્ષ્યથી લક્ષ્યના ભેદને પ્રગટ કરે છે. સ્વરૂપબોધક વિશેષણ કેવલ વસ્તુનાં સ્વરૂપને પ્રકાશિત કરે છે. સ્વરૂપબોધક વિશેષણને સ્વરૂપોપરંજક પણ કહેવાય છે.
- કેટલાક લોકો વસ્તુનાં મિથ્યાસ્વરૂપોની કલ્પના કરી લે છે. સ્વરૂપબોધક વિશેષણ મિથ્થારૂપને દૂર કરી દે છે અને સત્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રસ્તુત લક્ષણનાં સ્વ-પર પદ પ્રમાણના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરે છે. અન્યવાદિઓએ જે સ્વરૂપોની કલ્પના કરી છે એને દૂર કરે છે.
શ્રી કુમારિલ ભટ્ટના અનુગામી મીમાંસક જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વીકારતા નથી. એમના મનમાં જ્ઞાન પ્રત્યક્ષ નથી. જ્ઞાનનું અનુમાન થાય છે. જ્ઞાન ધ્વારા વિષયની પ્રતીતિ થાય છે. જ્ઞાતવસ્તુના કારણે જ્ઞાનનું અનુમાન થાય છે. જો વસ્તુ જ્ઞાત (જણાઈ) ન હોત તો જ્ઞાનની પ્રતીતિ ન થઈ શકત. જ્ઞાનની પહેલા વસ્તુ અજ્ઞાત રહે છે. જ્ઞાન થયા પછી અર્થ પ્રતીત થાય છે. એથી જ્ઞાન દ્વારા અર્થમાં જ્ઞાતતા ઉત્પન્ન થાય છે. જ્ઞાન વિના જ્ઞાતના અર્થમાં ઉત્પન્ન નથી થતી એટલે જ્ઞાતતા દ્વારા એના ઉત્પાદક જ્ઞાનની અનુમિતિ થાય છે. વસ્તુનું જે સહજ રૂપ છે તે હંમેશા વસ્તુની સાથે રહે છે. જ્યાં સુધી કોઈ બીજી વસ્તુની સાથે સંબંધ નથી થતો ત્યાં સુધી વસ્તુનું સહજરૂપ પોતાનાં શુદ્ધરૂપમાં પ્રતીત થયા કરે છે.