________________
નયવાદ
૧૯૫
અનુસાર તપ આદિ કર્મોને મોક્ષનું કારણ માને છે અને કેટલાક લોકો જ્ઞાનને મોક્ષનું કારણ માને છે. તેમાંથી જે લોકો યમ-નિયમ વગેરે કર્મોને મોક્ષનું કારણ માને છે, તેમનું કહેવું છે કે, કર્મ ક્ષણિક હોય છે, જે કાળમાં ફળ ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી તે નથી રહેતા. ક્ષણિક હોવાં છતાં પણ તેઓ ફળના ઉપાદાન કારણમાં એવી રીતના સંસ્કાર ઉત્પન્ન કરે છે, જે ચિરકાળ સુધી રહી શકે છે અને નિયત કાળમાં ફળ ઉત્પન્ન કરે છે, જે બીજ વાવે છે તેને ફળ ચિરકાળ વીત્યા પછી મળે છે. ખેડૂત ખેતરમાં પાણી આપે છે, સૂર્યના તાપનો ઉચિત પરિણામમાં ખેતરની સાથે સંબંધ થાય તેવો પ્રબંધ કરે છે. પવનનો પણ ખેતર સાથે સંબંધ થતો રહે છે. જો જલ, તેજ અને પવન વગેરેની ક્રિયા ન હોય તો ખેતરમાં બીજ અંકુરને ઉત્પન્ન નથી કરી શકતું. જલ આદિના કર્મ શીધ્ર નષ્ટ થઈ જાય છે, પરંતુ તે ભૂમિમાં પડેલા બીજની અંદર સંસ્કારને ઉત્પન્ન કરે છે. આ સંસ્કાર બીજમાં સ્થિર થઈ જાય છે અને કોઈ કાળે અંકુરને ઉત્પન્ન કરે છે. જો સંસ્કારની ઉત્પત્તિ ન હોય, તો જલ આદિની ક્રિયાઓ નષ્ટ થવાને કારણે ચિરકાળ પછી અંકુર ઉત્પન્ન ન થઈ શકે. જલ આદિના કર્મોની જેમ યમ નિયમ વગેરે કર્મો પણ ક્ષણિક છે. કોઈપણ કર્મ હોય, ભૂતોમાં હોય કે આત્મામાં ક્ષણિક જ હોય છે. યમ આદિ કર્મ પણ સ્વયં નષ્ટ થઈને આત્મામાં ફળને ઉત્પન્ન કરે છે. આત્મા, શરીર, વાણી અને મનથી સારા-નરસાં કર્મ કરે છે. કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે સંસ્કાર ઉત્પન્ન કરીને ક્યારેક શીઘ્ર તો ક્યારેક મોડું સુખ-દુઃખ ફળ આપે છે. અનેક જન્મોમાં સુખ-દુઃખ રૂ૫ ફળને આપવાવાળા દાન આદિ કર્મ જે રીતે ધર્મ અને અધર્મ નામક સંસ્કારને ઉત્પન્ન કરીને ફળ આપે છે, તે જ રીતે યમનિયમ વગેરે મોક્ષને ઉત્પન્ન કરવા માટે આત્મામાં અદષ્ટ સંસ્કારને ઉત્પન્ન કરે છે. આત્માનું