________________
નયવાદ
૨ ૧૯
હોવાથી વ્યાપાર ન હોવો જોઈએ. સ્વયં અભિવ્યક્તિ વિદ્યમાન છે, તેથી તેના માટે પણ કારણનો વ્યાપાર ન હોવો જોઈએ. આ દોષથી બચવા માટે જો અભિવ્યક્તિ રૂપ કાર્યની ઉત્પત્તિ પહેલાં અસત્ કહેવામાં આવે, તો કાર્ય કારણમાં સર્વથા વિદ્યમાન છે, આ મતનો ત્યાગ કરવો પડશે. વળી કાર્યની અભિવ્યક્તિ પહેલાં અવિદ્યમાન થઈને જો ઉત્પન્ન થઈ શકે છે, તો કાર્યને પણ પહેલાં અવિદ્યમાન થઈને ઉત્પન્ન થવામાં કોઈ અડચણ ન થઈ શકે.
હવે જો આ દોષોને હટાવવા માટે કહેવામાં આવે કે, ઉત્પન્ન થયા પહેલાં કારણોમાં જે કાર્ય વિદ્યમાન હોય છે, તેના પર આવરણ રહે છે. આવરણોને હટાવવા માટે કારણોનો વ્યાપાર થાય છે. તો તે પણ યુક્ત નથી. સાંખ્ય મત પ્રમાણે અસત્ની ઉત્પત્તિ જે પ્રકારે નથી થતી, તે પ્રકારે સનો વિનાશ પણ નથી થતો. આવરણ વિદ્યમાન છે, તેથી તેનો નાશ ન થવો જોઈએ. તેનાથી અતિરિક્ત જ્યાં આવરણના લીધે કોઈ અર્થ પ્રતીત નથી થતો, ત્યાં આવરણ અવશ્ય પ્રતીત હોય છે. અંધારામાં પટ દેખાતો નથી, અંધકાર પટને ઢાંકી દે છે અને પોતે દેખાઈ આવે છે. કારણમાં વિદ્યમાન કાર્યને ઢાંકવાવાળા કોઈ અર્થનું જ્ઞાન નથી થતું. એટલે આચ્છાદકની કલ્પના અયુક્ત છે. કાર્યની ઉત્પત્તિ પહેલાં કારણ દેખાઈ આવે છે. જો તેને જ કાર્યનો આચ્છાદક કહેવામાં આવે તો યુક્ત નથી. કારણ ઉત્પાદક છે, તે કાર્યનો આચ્છાદક નથી થઈ શકતો. ઉત્પત્તિ બાદ વિદ્યમાન પટને તનું રૂપ કારણ જે રીતે નથી ઢાંકતું, એ રીતે ઉત્પત્તિ પહેલાં પણ વિદ્યમાન પટને નથી ઢાંકી શકતું. એકાંતનો આશ્રય લેવાથી અર્થનું સત્ય સ્વરૂપ પ્રગટ નથી થતું. પ્રમાણ કારણની સાથે કાર્યને સર્વથા અભેદને નહીં, પરંતુ અનેકાંત રૂપથી અભેદને પ્રસિદ્ધ કરે છે. એક અપેક્ષાએ કાર્યનો કારણ સાથે અભેદ છે