________________
૨૪૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કેટલાક લોકો કહે છે કે, અસત્ત્વ અભાવરૂપ છે અને અભાવ તુચ્છરૂપ છે. તુચ્છનો સ્વભાવ શૂન્યતા છે. શૂન્યની કોઈ શક્તિ નથી હોતી. તેથી તેમાં સંબંધ કરવાની શક્તિ પણ નથી હોતી. આ દશામાં તુચ્છ સાથે સંબંધ નથી થઈ શકતો. એમનું તે કથન પણ યુક્ત નથી. ભિન્ન ભિન્ન રૂપે ન હોવું તેને અસત્ત્વ કહે છે અને અસત્ત્વ વસ્તુનો ધર્મ છે. તેથી એકાંતથી તે તુચ્છરૂપ નથી. અસત્ત્વ પણ વસ્તુ છે, તેથી તેની સાથે સત્ વસ્તુનો સંબંધ થઈ શકે છે. હવે જે લોકો વસ્તુના અસરૂપના અસ્તિત્વ સામે આક્ષેપ કરે છે કે, “જો પર દ્રવ્ય આદિ એક અર્થમાં નથી, તો અસત્ત્વની સાથે અર્થનો સંબંધ થઈ શકે છે. પણ જેનું અસત્ત્વ છે, એ દ્રવ્ય આદિની સાથે તો સંબંધ થઈ નથી શકતો. ઘટનો જો પટના અભાવ સાથે સંબંધ હોય તો પટની સાથે સંબંધ પ્રતીત થતો નથી.” તેઓનું કથન પણ યુક્ત નથી – કારણ કે, પર દ્રવ્ય આદિને અપેક્ષાએ જ્યારે ઘટનું અસત્ત્વ કહેવાય છે, ત્યારે પર દ્રવ્ય આદિની અપેક્ષા આવશ્યક હોય છે, તેથી પર દ્રવ્ય આદિ પણ સત્ અર્થને માટે ઉપયોગી થઈ જાય છે. આ પ્રકારની વિવક્ષામાં પટ આદિ પણ સતુ ઘટનો સંબંધી બની જાય છે. પટની અપેક્ષાએ ઘટ ઘટરૂપે અસત્ કહેવાય છે.
તે સિવાય, જ્યાં સુધી પર દ્રવ્ય ક્ષેત્રાદિનું જ્ઞાન ન હોય, ત્યાં સુધી સ્વ દ્રવ્ય, ક્ષેત્ર આદિનું “સ્વ” રૂપમાં જ્ઞાન નથી થઈ શકતું. પરની અપેક્ષાએ સ્વનો વ્યવહાર થાય છે. વના વ્યવહારમાં કારણ હોવાથી પર દ્રવ્ય આદિ પણ અર્થના સંબંધી છે.
વસ્તુ કેવળ સરૂપ નથી, અસતરૂપ પણ છે. પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ નિયત છે. નિયત સ્વરૂપનું જ્ઞાન ત્યાં સુધી નથી થઈ શકતું, કે જ્યાં સુધી એક અર્થ ભિન્ન અર્થોના અભાવના રૂપમાં પ્રતીત ન થાય. જ્યાં સુધી ઘટ, પટ આદિના રૂપમાં અસત્ પ્રતીત ન થાય, ત્યાં સુધી ઘટનું યથાર્થ રૂપે જ્ઞાન નથી થઈ શકતું. તેથી પટ આદિના રૂપે અસત્ત્વ પણ ઘટનો ધર્મ છે. ધર્મની સાથે ધર્મીનો ભેદભેદ છે, તેથી ઘટ અસત્ સ્વરૂપ પણ છે. મુખ્ય રૂપથી કોઈપણ અર્થનું અસત્ત્વ, પર દ્રવ્ય આદિની અપેક્ષાએ પ્રતીત થાય છે. તેથી બીજો ભાંગો આ રીતિથી અસત્ત્વનું પ્રતિપાદન કરે છે.