________________
સપ્તભંગી
૨૬૯
અગ્નિનો સંયોગ હોય, તો જ્યારે ઘટ અને ભૂતલનો સંયોગ ઉત્પન્ન થાય, ત્યારે જ પર્વત અને અગ્નિનો સંયોગ ઉત્પન્ન થઈ જાય અને જ્યારે ઘટ-ભૂતલનો સંયોગ નષ્ટ થાય, ત્યારે જ પર્વત અને અગ્નિનો સંયોગ પણ નષ્ટ થઈ જાય. સંયોગની જેમ ઘટ આદિ ધર્મીનો સત્ત્વ આદિ ધર્મોની સાથે એક સંબંધ નથી, ઘટ અનુયોગી છે. સત્ત્વ આદિ ધર્મ પ્રતિયોગી છે, તેથી પ્રત્યેક પ્રતિયોગી સાથે સંબંધ પણ ભિન્ન છે. (५) तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात्, अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्यैकस्य विरोधात्।
અર્થ :- (૫) ધર્મો દ્વારા કરવામાં આવતા ઉપકાર પણ નિયત સ્વરૂપમાં હોવાના કારણે અનેક હોય છે. અનેક ઉપકારીઓથી કરવામાં આવતો ઉપકાર એક થઈ શકતો નથી. અર્થાત્ ધર્મીને પોતાના રંગમાં રંગવો ધર્મોનો ઉપકાર છે. આ રીતનો ઉપકાર ધર્મો દ્વારા એક નથી થઈ શકતો. દંડના કારણે પુરૂષ દંડી કહેવાય છે. કુંડળ એ સ્વરૂપને નથી બનાવી શકતા, જે દંડથી બને છે. દંડ અને કુંડળની જેમ સત્ત્વ અને અસત્ત્વ આદિ ધર્મ પણ ધર્મીના સ્વરૂપને એક પ્રકારનું નથી બનાવતા. સર્વ જે સ્વરૂપે અર્થને વ્યાપ્ત કરે છે, અસત્ત્વ તેનાથી ભિન્ન સ્વરૂપ દ્વારા વ્યાપ્ત કરે છે, તેથી પર્યાયનયમાં ઉપકારથી અભેદ વૃત્તિ થઈ શકતી નથી. (६) गुणिदेशस्य च प्रतिगुणं भेदात्, तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात्।
અર્થ (૬) પ્રત્યેક ગુણનો ગુણિદેશ ભિન્ન ભિન્ન હોય છે, જો તેનો અભેદ હોય તો ભિન્ન-ભિન્ન પદાર્થોના ગુણોના ગુણિદેશને પણ અભિન્ન માનવો પડશે. અર્થાત્ જો ઘટના સત્તા આદિ ગુણોનો ભેદ હોવા છતાં પણ ગુણિદેશ એક જ હોય, તો વૃક્ષ આદિના સત્ત્વ આદિ ગુણોનો પણ તે જ એક દેશ થઈ જવો જોઈએ. (७) संसर्गस्य च प्रतिसंसर्गिभेदात्, तदभेदे संसर्गिभेदविरोधात्
અર્થ - (૭) સંસર્ગીના ભેદથી સંસર્ગમાં પણ ભેદ થઈ જાય છે.