________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સંસર્ગમાં ભેદ ન હોય, તો સંસર્ગીઓમાં પણ ભેદ નથી થઈ શકતો. અર્થાત્ વૃક્ષ, જલ આદિ સંસર્ગીઓના ભેદથી સંસર્ગમાં ભેદ જોવામાં આવે છે. તેથી એક ધર્મીમાં અનેક ધર્મોનો સંસર્ગ પણ ભિન્ન છે. જો સંસર્ગમાં ભેદ ન હોય તો ધર્મોમાં પણ ભેદ ન રહેવો જોઈએ. (८) शब्दस्य प्रतिविषयं नानात्वात्, सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यतापत्तेरिति कालादिभिर्भिन्नात्मनामभेदोपचार : क्रियते ।
૨૭૦
અર્થ : (૮) વિષયના ભેદથી શબ્દ પણ ભિન્ન થઈ જાય છે. જો બધા ગુણ એક શબ્દના વાચ્ય હોય, તો સમસ્ત અર્થ એક શબ્દના વાચ્ય થઈ જાય, આ રીતે કાલ આદિ દ્વારા ભિન્ન સ્વરૂપવાળા ધર્મોમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે. અર્થાત્ વૃક્ષ શબ્દ, વૃક્ષ રૂપ અર્થનો વાચક છે. નક્ષત્ર શબ્દ નક્ષત્ર રૂપ અર્થનો વાચક છે. અન્ય શબ્દ પણ ભિન્ન અર્થોનાં વાચક છે. તેથી બધા ધર્મ એક શબ્દના વાચ્ય નથી થઈ શકતા. જો સ્વરૂપ ભિન્ન હોવા છતાં પણ બધા ધર્મોનો વાચક એક શબ્દ હોય, તો વૃક્ષ, નક્ષત્ર આદિ બધા અર્થોનો પણ વાચક એક શબ્દ થઈ જવો જોઈએ. આ રીતિથી કાલ આદિ દ્વારા ભિન્ન સ્વરૂપવાળા ધર્મોમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે.
પર્યાયાર્થિક નયથી કાલ આદિ જ્યારે અભેદનું પ્રતિપાદન નથી કરી શકતા, ત્યારે ભિન્ન ધર્મોમાં ભેદ હોવા છતાં પણ અભેદનો વ્યવહાર કરવામાં આવે છે.
एवं भेदवृत्तितदुपचारावपि वाच्याविति ।
અર્થ : આ જ રીતે ભેદવૃત્તિ અને ભેદના ઉપચારનું પણ પ્રતિપાદન કરી લેવું જોઈએ અર્થાત્ વિકલાદેશમાં કાલ આદિ દ્વારા ભેદનું પ્રધાનરૂપે પ્રતિપાદન થાય છે અથવા ભેદનો ઉપચાર થાય છે. જ્યારે પર્યાયનય પ્રધાન થાય છે, ત્યારે દ્રવ્યાર્થ નય દ્વારા ભેદ પ્રધાન નથી થઈ શકતો. તેથી ભેદનો ઉપચાર કરવામાં આવે છે. જ્યારે પર્યાયનય મુજબ ગુણ આદિ અભેદનો અસંભવ કરી દે છે, ત્યારે ભેદ મુખ્ય થઈ જાય છે.