________________
૨૭૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સ્વરૂપ (પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ), તેનું રહસ્ય = સાર જે જે મહાપુરૂષ સમજે છે, તેનાથી તે મહાત્મા યથાર્થ જ્ઞાની થાય છે અને યથાર્થ જ્ઞાની હોવાથી જ્યાં જાય ત્યાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવવા દ્વારા યથાર્થવાદી હોય છે. તેની વાણી ક્યાંય કોઈની સાથે પણ ટકરાતી નથી. બાધા નથી પામતી. તેના વચનોને કોઈ તોડી શકતું નથી. કોઈપણ વાદી તેનો પરાભવ કરી શકતો નથી. કારણ કે, તે વાણી વિતરાગ સર્વજ્ઞ પરમાત્માની છે. સમજાવવાવાળા પુરૂષો તો તેના પ્રચારક-પ્રસારક એક પ્રકારના દલાલ છે, માલિક નથી. માલિક વીતરાગ સર્વજ્ઞ પ્રભુ હોવાથી સંપૂર્ણ સત્ય છે. તેથી આ જાણવાવાળાનો સર્વત્ર વિજય થાય છે. આ વાણી નિર્દોષ અને યથાર્થ હોવાથી તેને સમજવાવાળાનો અને તેના પ્રચારકનો યશ અને કીર્તિ સદાકાળ દશે દિશામાં વૃદ્ધિ પામે છે. એક દિશામાં ફેલાય તેને કીર્તિ કહેવાય છે. અને સર્વ દિશામાં ફેલાય તેને યશ કહેવાય છે અથવા પરાક્રમ જન્ય પ્રશંસા તેને યશ અને ત્યાગ તપ આદિ શેષ ગુણોથી જન્ય જે પ્રશંસા તેને કીર્તિ કહેવાય છે. સાચું સમજવાવાળા અને સાચું સમજાવવાવાળાનો વગર કહ્યું અને વગર ચાહ્ય યશ અને કીર્તિ સ્વતઃ જ વધે છે.
સપ્તભંગી અને સાત નિયોના દઢ અભ્યાસીનાં જ યશ અને કીર્તિ કેમ વધે? તેનું કારણ સમજાવતાં કહ્યું છે કે, - જે કારણે સ્યાદ્વાદ શૈલીનું (અનેકાન્તમય સંસારની સ્વયંભૂ વ્યવસ્થાનું) પરિજ્ઞાન જે આત્માઓ પ્રાપ્ત કરે છે, તે જ આત્મા જૈનત્વને પ્રાપ્ત તર્કશાસ્ત્રોમાં પારગામી અને યશસ્વી સિદ્ધ થાય છે. એકાંતવાદીની ગમે તેવી ધારદાર મજબૂત દલીલોને પણ સ્યાદ્વાદી આત્મા તોડીને ચૂરચૂર કરી શકે છે અને રાજસભામાં યથાર્થવાદ કરવા દ્વારા સ્વરૂપ સમજાવીને સ્યાદ્વાદનો વિજય ડિંકો વગાડી શકે છે અને આ રીતે જિનેશ્વર પરમાત્માની પરમ શુદ્ધ વાણી રૂપ જૈન શાસનની પ્રભાવના કરવા દ્વારા તે જ આત્માનો “જૈનભાવ” (જૈનત્ત્વની પ્રાપ્તિ) પણ સફળ થાય છે. સાર્થક થાય છે. કારણ કે, નિશ્ચય દૃષ્ટિએ “સમ્યક્તની પ્રાપ્તિ સ્યાદ્વાદ શૈલીના વિશાળ જ્ઞાન દ્વારા જ થાય છે.