________________
‘જૈનદર્શનમાં નિક્ષેપયોજન''
૨૭૫
સેન્ધવ શબ્દના ચાર પ્રકારના વાચ્ય અર્થોને પ્રગટ કરી દેવામાં આવે તો પ્રકરણને સમજવામાં સરળતા થાય છે. આ અવસરે જેને સૈન્યવ પદના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપાનું જ્ઞાન થઈ ગયું છે તે ભોજનનો સમય છે કે બહાર જ્વાનો, તે વસ્તુને તુરંત જ જાણી લે છે. નિક્ષેપ મુજબ જેને જાણી લીધું છે, સૈન્ધવ શબ્દનો અહીંયાં ભાવ નિક્ષેપ અશ્વ છે અથવા લવણ છે, તેને વાચ્ય અશ્વ છે અથવા લવણ, આ પ્રકારનો સંદેહ નથી થતો.
જે નામ જ નહીં, સ્થાપના સૈન્ધવને અને દ્રવ્ય સૈન્ધવને જાણે છે, તેને તે જ ભાવ સૈન્ધવનું જ્ઞાન થાય છે, જે સ્થાપના અને દ્રવ્યને પ્રતિકૂળ નથી હોતું. અશ્વના આકારને સ્થાપના સૈન્ધવ અને અશ્વના શરીરને જે દ્રવ્ય સૈન્ધવ સમજે છે, તે ચેતન અશ્વને ભાવ સૈન્ધવ સમજશે. લવણ તેના માટે ભાવ સૈન્ધવ નથી થઈ શકતું. એક જ અર્થના વિષયમાં નામ આદિ ચાર નિક્ષેપ કરવામાં આવે છે. સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ અશ્વના વિષયમાં હોય અને ભાવ નિક્ષેપ લવણના વિષયમાં હોય, એવું નથી થઈ શકતું. સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ દ્વારા જેને સૈન્ધવને અશ્વ-પ્રાણીના રૂપમાં જાણ્યો છે, તે અશ્વને જ ભાવ નિક્ષેપના રૂપમાં માનશે. તે જ્યારે સાંભળશે ‘‘સૈન્ધવ લાવો’’ તો સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપ મુજબ અશ્વને સમજી લેશે. પ્રકરણના જ્ઞાનની અપેક્ષા નહી ક૨વી પડે, જો ક૨વી પણ પડશે, તો પ્રકરણનું જ્ઞાન નિક્ષેપા મુજબ શીઘ્ર થઈ જશે. જેમાં અભિપ્રાય છે, તે અર્થને સમજી લેવાથી યોગ્ય વિનિયોગ થઈ શકશે. વક્તા અશ્વને લઈને પોતાના કાર્યની સિદ્ધિ કરી શકશે. આ રીતે નિક્ષેપ વાચ્ય અર્થના નિશ્ચયમાં કારણ બને છે. હવે નિક્ષેપ ક્યારે ફલવાન બને છે, તે જણાવે છે :