________________
સપ્તભંગી
પ્રતીત થાય છે, તે સ્વ-દ્રવ્ય આદિની અપેક્ષાએ પ્રતીત થવાવાળા સત્ત્વથી ભિન્ન નથી. સત્ત્વ જ પરની અપેક્ષાએ અસત્ત્વ રૂપમાં પ્રતીત થઈ રહ્યું છે, તેથી જો પ૨રૂપે અસત્ત્વ સત્ય ન હોય તો પણ ઘટ આદિ અર્થ પટ, વૃક્ષ આદિના રૂપમાં પ્રતીત નહીં થાય. અસત્ત્વ જો સત્ય હોત, તો તે ન હોવા છતાં પણ ઘટ આદિ વૃક્ષ આદિના રૂપમાં પ્રતીત થવાની આપત્તિ આપી શકાતી હતી. પરંતુ પર રૂપથી અસત્ત્વ સ્વરૂપથી સત્ત્વની અપેક્ષાએ ભિન્ન નથી.’’
૨૪૫
આ પણ યુક્ત નથી. આ રૂપે જો સ્વરૂપનું સત્ત્વ પર રૂપે અસત્ત્વ હોય તો સત્ત્વનું પોતાનું રૂપ ન હોવાથી પર રૂપે અસત્ત્વ જ પ્રધાન થઈ જશે. આ દશામાં ઘટ આદિ અર્થ સર્વથા અસત્ રૂપ થઈ જવા જોઈએ. આ દશામાં સ્વરૂપથી સત્ત્વનું પોતાનું અલગ સ્વરૂપ નથી, તે પર રૂપના અસત્ત્વમાં સમાઈ ગયું છે, તેથી અર્થને અસત્ થઈ જવું જોઈએ. જો તમે ૫૨-રૂપે અસત્ત્વને પ્રધાનતા ન આપતાં સ્વરૂપથી સ્વ સત્ત્વમાં જ પર રૂપે અસત્ત્વનો સમાવેશ કરો તો પ૨-રૂપે અસત્ત્વ ન હોવાને કારણે પ્રત્યેક અર્થ અન્ય બધા અર્થોના રૂપમાં થઈ જવા જોઈએ.
જો તમે કહો કે, કોઈપણ પદાર્થ પોતાના કારણો દ્વારા નિયત રૂપે ઉત્પન્ન થાય છે. તેનું નિયત સ્વરૂપ પરરૂપે અસત્ત્વની અપેક્ષા નથી કરતું. તો પણ તમારું કથન યુક્ત નથી. જ્યાં સુધી ૫૨-રૂપે વસ્તુ અસત્ ન થાય, ત્યાં સુધી કારણો દ્વારા તેની નિયત રૂપથી ઉત્પત્તિ નથી થઈ શકતી. સત્ અને અસત્ રૂપે વસ્તુની પ્રતીતિ વિના વસ્તુના પોતાના સ્વરૂપનો અનુભવ નથી થઈ શકતો. અસત્ રૂપમાં જ્ઞાનને મિથ્યા પણ નથી કહી શકતા. સત્ રૂપમાં જ્ઞાન જે પ્રકારે પ્રતીત થાય છે, તે જ પ્રકારે અસત્ રૂપમાં પણ પ્રતીત થાય છે. આ અવસ્થામાં સત્ રૂપને સત્ય અને અસત્ રૂપને મિથ્યા નથી કહી શકાતું. તેથી સ્વ સત્ત્વ જ પર રૂપે અસત્ત્વ નથી. સ્વ દ્રવ્ય આદિની અપેક્ષાએ સત્ત્વનું જ્ઞાન અને પરદ્રવ્યની અપેક્ષાએ અસત્ત્વનું જ્ઞાન થાય છે. આ કારણોનો ભેદ પણ સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વને સિદ્ધ કરે છે અને એકાંત રૂપે અભેદનો નિષેધ કરે છે.