________________
૨૫૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ધર્મ છે. ગુણત્વ રૂપથી રૂપ, રસ આદિ સમસ્ત ગુણોનું એક સાથે જ્ઞાન થઈ શકે છે. ગુણ પદ ગુણત્વરૂપથી રૂપ આદિ સમસ્ત ગુણોનું એક કાળમાં પ્રતિપાદન કરી શકે છે.
સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોમાં સત્ત્વ અને અસત્ત્વનો અન્યતરત્વ સામાન્ય ધર્મ છે. બંનેમાંથી એકને અન્યતર કહેવાય છે. અન્યતરત્વ બંનેમાં છે. તે જ રીતે જ્ઞેયત્વ, વાચ્યત્વ આદિ સાધારણ ધર્મ પણ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોમાં છે. તે ધર્મો દ્વારા પણ સાંકેતિક પદ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોનું જ્ઞાન કરાવી શકે છે. અને તે જ્ઞાન એક કાળમાં થઈ શકે છે. આ રીતે જ એક પદથી વાચ્ય હોવાને કારણે ઘટ આદિ અર્થ કોઈપણ અપેક્ષાએ અવક્તવ્ય નથી થઈ શકતો.
તેનો ઉત્તર એ છે કે - અન્યતરત્વ જ્ઞેયત્વ આદિ રૂપથી એક કાળમાં સત્ત્વ અને અસત્ત્વનો બોધ થઈ શકે છે, પરંતુ અસાધારણ રૂપથી કોઈપણ પદ બંને ધર્મોનો બોધ નથી કરાવી શકતું. સત્ત્વનો અસાધારણ ધર્મ સત્ત્વભાવ છે અને અસત્ત્વનો અસાધારણ ધર્મ અસત્ત્વભાવ છે. આ બંને અસાધારણ ધર્મો સાથે બંનેનો બોધ એક કાલમાં એક પદ દ્વારા નથી થઈ શકતો. ગુણ પદ જ્યારે રૂપ, ૨સ આદિનું ગુણત્વ રૂપથી જ્ઞાન કરાવે છે, ત્યારે રૂપત્ય રસત્વ આદિ અસાધારણ રૂપોથી નથી કરાવતું. ઘટ આદિને જ્યારે કથંચિત્ અવક્તવ્ય કહેવાય છે, ત્યારે અસાધારણ સ્વરૂપની સાથે પ્રધાન કે અપ્રધાનરૂપમાં સત્ત્વ અને અસત્ત્વનું કથન નથી થઈ શકતું, તેથી આ અપેક્ષાએ ઘટ આદિ અર્થ અવક્તવ્ય છે.
કેટલાક લોકો સત્ અને અસત્ શબ્દના સમાસ દ્વારા બંને ધર્મોનું એક કાળમાં કથન કહે છે. તેમનું વચન પણ યુક્ત નથી. સમાસથી યુક્ત વચન પણ આ રીતે બંને ધર્મોનું પ્રધાનરૂપથી અથવા ગૌણરૂપથી નિરૂપણ નથી કરી શકતું.
સમાસોમાં બહુવ્રીહિ સમાસ છે, જેમાં અન્ય પદનો અર્થ પ્રધાન હોય છે. તે પણ આ વિષયમાં સમર્થ નથી થઈ શકતો. અહીંયાં બંને ધર્મોની પ્રધાન ભાવે વિવક્ષા છે. અવ્યયીભાવમાં પૂર્વપદના અર્થની પ્રધાનતા હોય છે. આથી