________________
૨૬૪
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
છે, તે પરસ્પર ભિન્ન છે. જ્યારે તેના ભેદને પ્રધાનરૂપે પ્રકાશિત કરવાની ઈચ્છા હોય, ત્યારે ક્રમથી જ પ્રતિપાદન થઈ શકે છે. ‘‘અસ્તિ'' પદ જ્યારે સત્ત્વનું પ્રતિપાદન કરે છે, ત્યારે નાસ્તિ પદ અસત્ત્વનું પ્રતિપાદન કરે છે. કેવળ અસ્તિ પદ અસત્ત્વ આદિ અનેક ધર્મોનું પ્રકાશન નથી કરી શકતું. જ્યારે એક ધર્મનો અન્ય ધર્મોની સાથે અભેદ માની લેવામાં આવે છે, ત્યારે કોઈ એક અસ્તિ અથવા નાસ્તિ પદ સમસ્ત ધર્મોને એક કાળમાં કહેવા લાગે છે.
સકલાદેશ અને વિકલાદેશ સાધક કાલાદિ આઠનું નિરૂપણ : હવે કાલાદિ આઠના નામ જણાવે છે –
के पुन: कालादयः ! । उच्यते-काल- आत्मरूपमर्थ: सम्बन्ध, उपकारः गुणिदेश : संसर्ग : शब्द इत्यष्टौ । (जैनतर्कभाषा)
અર્થ : જિજ્ઞાસા કાલ આદિ કોણ છે? ઉત્ત૨: (૧) કાલ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણિદેશ, (૭) સંસર્ગ અને (૮) શબ્દ આ આઠ છે.
(૧) હવે પ્રથમ પ્રકારનું નિરૂપણ કરે છે,
तत्र स्याज्जीवादिवस्त्वस्त्येवेत्यत्र यत्कालमस्तित्वं तत्काला : शेषानन्तधर्मा वस्तुन्येकत्रेति तेषां कालेनाभेदवृत्तिः ।
અર્થ :- કોઈ અપેક્ષાએ જીવ આદિ વસ્તુ છે જ. અહીં જે કાળે જીવ આદિમાં અસ્તિત્વ છે, તે જ કાળમાં તે વસ્તુઓમાં શેષ અનંત ધર્મ પણ છે, આ કાળથી અભેદવૃત્તિ છે.
કહેવાનો આશય એ છે કે, અર્થનો ધર્મ સાથે ભેદ પણ છે અને અભેદ પણ. ઘટ આદિ અર્થ જે કાળમાં છે, તે કાળમાં તેના સત્ત્વ આદિ ધર્મ પણ છે. કાળની સાથે જે રીતે ઘટનો સંબંધ છે, તે રીતે ઘટના ધર્મોનો પણ સંબંધ છે. એક કાળે સંબંધ થવાથી સમસ્ત ધર્મ કાળની અપેક્ષાએ અભિન્ન છે. આ રીતિથી વિચાર કરવાથી જે કાળે ઘટમાં સત્ત્વ છે, તે જ કાળે પરદ્રવ્ય આદિની અપેક્ષાએ અસત્ત્વ પણ છે. એક કાળમાં હોવાના કારણે સત્ત્વ અને અસત્ત્વનો અભેદ છે. જે રીતે સત્ત્વનો કાળના કારણે