________________
સપ્તભંગી
૨ ૫ ૧
જે પણ પદનો વિધિ અને નિષેધ બંનેને માટે સંકેત કરવામાં આવશે, તે ક્રમથી જ જ્ઞાન કરાવી શકશે, એક કાળમાં નહીં.
આના પર ફરી શંકા કરવામાં આવે છે કે, વિરોધી અર્થોમાં વિરોધી ધર્મ રહે છે. એ ધર્મો દ્વારા બોધ બંને અર્થોનો એક પદથી થાય, તો ક્રમ અવશ્ય હોય છે. ઘટમાં ઘટત્વ છે, તેનો વિરોધી પટવ પટમાં છે. જો કોઈપણ પદ સંકેતને કારણે ઘટત્વ અને પટવ ધર્મો દ્વારા બોધ કરાવે તો ક્રમથી જ કરાવી શકે છે. વિરોધી ધર્મોનું જ્ઞાન ક્રમથી જ થઈ શકે છે. શતૃ અને શાનશું પણ બે વિરોધી ધર્મ છે. “સેતુ” પદ એ બે ધર્મો દ્વારા જ્ઞાન કરાવે છે, તેથી જ્ઞાન ક્રમથી થાય છે. સત્ત્વ અને અસત્ત્વ પણ બે વિરોધી ધર્મ છે. ઘટત્વ અને પટવના સ્વરૂપથી સત્ત્વ અને અસત્ત્વનું સ્વરૂપ ભિન્ન છે. પરંતુ વિરોધની દૃષ્ટિએ ભેદ નથી. ઘટત્વ અને પટવના ધર્મી ભિન્ન છે, કોઈ એક ધર્મમાં ઘટત્વ અને પટવ નથી રહેતા. પરંતુ સત્ત્વ અને અસત્ત્વ અહીંયાં ભિન્ન ધર્મીઓમાં નથી, એક જ ધર્મીમાં છે. એક ધર્મીમાં હોવા છતાં પણ તેનો સ્વભાવ પરસ્પર વિરોધી છે. એક ઘટમાં રૂપ, રસ, ગંધ આદિ ધર્મ છે, ભિન્ન ધર્મીઓમાં રહેવાવાળા ઘટવ પટવની જેમ તેમાં વિરોધ નથી. પરંતુ અસાધારણ ધર્મના કારણે તેમાં પણ વિરોધ છે. રૂપત્વ અને રસત્વ આદિ ધર્મોના કારણે રૂ૫ રસ આદિ ધર્મ પણ પરસ્પર વિરોધી છે. રૂપત્વ કેવળ રૂપમાં છે અને રસત્વ કેવળ રસમાં છે. રૂપત્ર દ્વારા રૂપનું અને રસત્વ દ્વારા રસનું જ્યારે જ્ઞાન થશે, ત્યારે એક ઘટ અથવા ફળ આદિ ધર્મમાં રહેવા છતાં પણ રૂપ અને રસનું જ્ઞાન ક્રમથી થાય છે. સત્ત્વ અને અસત્ત્વ, રૂપ રસ આદિની જેમ ઘટ અને ફળ આદિ ધર્મીઓમાં એક સાથે રહે છે. પરંતુ રૂપત્વ જે રીતે રસત્વથી ભિન્ન છે, તે રીતે ઘટ આદિ એક અર્થમાં રહેવાવાળા સત્ત્વ અને અસત્ત્વ પણ સત્ત્વભાવ અને અસત્ત્વભાવથી ભિન્ન છે. સત્વભાવ કેવળ સત્ત્વમાં અને અસત્ત્વભાવ કેવળ અસત્ત્વમાં છે. તેથી એક ધર્મમાં રહેવા છતાં પણ સત્ત્વ અને અસત્ત્વનો જ્યારે પોતપોતાના સત્ત્વભાવ અને અસત્ત્વભાવ૩૫ અસાધારણ સ્વરૂપથી જ્ઞાન થશે, ત્યારે ક્રમથી જ થશે. પરંતુ જ્યારે ભિન્ન વિરોધી ધર્મોમાં સમાન રૂપે રહેવાવાળા કોઈ એક સામાન્ય ધર્મ દ્વારા જ્ઞાન થશે તો એક સાથે પણ થઈ શકશે. રૂપ, રસ આદિ ગુણોમાં ગુણત્વ એક સામાન્ય