________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રકાર છે. અન્ય અનેક પ્રકારે પણ અવક્તવ્ય હોઈ શકે છે. અર્થ અવક્તવ્ય થવામાં બે કારણ છે - જે મુખ્ય છે. બે પ્રકા૨ોથી વસ્તુ એક કાળમાં એકાંતરૂપે સંબંધ નથી રાખતી. એકાંત રૂપમાં એ વસ્તુનો અત્યંત અભાવ અવક્તવ્ય હોવાનું એક કારણ છે. વિરોધી બે ધર્મોને પ્રધાન અથવા અપ્રધાન રૂપે કહેવામાં પદ અસમર્થ છે. આ બીજુ કારણ છે. હવે અન્ય વિરોધોના પરિહાર પૂર્વક પૂર્વોક્ત વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે,
शतृशानशौ सदित्यादौ साङ्केतिकपदेनापि क्रमेणार्थद्वयबोधनात् । अन्यतरत्वादिना कथञ्चिदुभयबोधनेऽपि प्रातिस्विकरूपेणैकपदादुभयबोधस्य ब्रह्मणापि दुरुपपादत्वात् ।
અર્થ : શત્રુ અને શાનશ્ સત્ છે, ઈત્યાદિ સ્થળે સાંકેતિક પદથી પણ ક્રમશઃ બંને અર્થોનો બોધ થાય છે. અન્યતરત્વ આદિ દ્વારા કોઈ રીતે બંનેનું જ્ઞાન થઈ જાય તો પણ પ્રત્યેકમાં થવાવાળા નિયતરૂપથી બંનેનું જ્ઞાન બ્રહ્મા પણ નથી કરી શકતા.
૨૫૦
કહેવાનો આશય એ છે કે, ‘‘પ્રતિસ્તું મવૃત્તિ’' આ વ્યુત્પત્તિ દ્વારા પ્રાતિસ્વિક પદનો અર્થ છે - પ્રત્યેકમાં રહેવાવાળું અસાધારણ સ્વરૂપ. વિરોધી બે અર્થોને એક કાળમાં પ્રધાનતા અથવા અપ્રધાનતાથી કહેવામાં કોઈપણ પદ સમર્થ નથી.
આ હેતુ પર આક્ષેપ કરે છે કે, સંકેત દ્વારા પદ અર્થનો બોધ કરાવે છે. જે રીતે અવિરોધી અર્થમાં સંકેત કરી શકાય છે. તે જ રીતે વિરોધી અર્થમાં પણ સંકેત થઈ શકે છે. સંકેત થયે છતે વિધિ અને નિષેધ બંનેનું જ્ઞાન એક પદ કરાવી શકે છે. વ્યાકરણમાં શત્રુ અને શાનસ્ બે વિરોધી પ્રત્યય છે. આ બંને માટે ‘સત્' પદનો સંકેત છે. સત્ પદથી બંનેનું જ્ઞાન એક સાથે થાય છે. ‘સત્' પદની જેમ કોઈ સાંકેતિક પદ વિધિ અને નિષેધનું જ્ઞાન કરાવી શકે છે.
આ આક્ષેપના ઉત્તરમાં કહે છે કે - સંકેત ક૨વાથી પદ બે અર્થોનો બોધ કરાવી શકે છે. પરંતુ તે ક્રમશઃ કરાવી શકે, એક કાળમાં નહીં.