________________
૨૪૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
___ न चासत्त्वं काल्पनिकम्, सत्त्ववत् तस्य स्वातन्त्र्येणानुभवात्, अन्यथा विपक्षासत्त्वस्य तात्त्विकस्याभावेन हेतोस्त्रैरूप्यव्याघातप्रसङ्गात्।
અર્થ : જો તમે કહો કે અસત્ત્વ કલ્પનાથી પ્રતીત થાય છે, તો તે યુક્ત નથી. સત્ત્વની જેમ અસત્ત્વનો પણ સ્વતંત્રરૂપે અનુભવ થાય છે. જો અસત્ત્વ કેવળ કલ્પના દ્વારા સિદ્ધ હોય, તો સત્યરૂપથી વિપક્ષમાં અસત્ત્વ ન હોવાના કારણે હેતુના ત્રણ રૂપો નષ્ટ થવાની આપત્તિ આવશે.
કહેવાનો આશય એ છે કે, બૌદ્ધ લોકો કહે છે કે, “સર્વ ધર્મ વસ્તુનું સત્ય છે. અસત્ત્વ સત્ય નથી. પરંતુ કલ્પના દ્વારા પ્રતીત થાય છે. કાલ્પનિક ધર્મ વસ્તુનું સ્વરૂપ થઈ શકતો નથી. મરૂ ભૂમિમાં કલ્પના દ્વારા જળ પ્રતીત થાય છે. વાસ્તવમાં મરૂભૂમિ સાથે જળનો સંબંધ નથી થતો. અસત્વ પણ કલ્પનાથી પ્રતીત થાય છે, તેથી વાસ્તવમાં વસ્તુ અસત્ નથી થઈ શકતી.”
આ કથન યુક્ત નથી. વિના અવરોધે જે રીતે સત્ત્વનો અનુભવ થાય છે, તે રીતે અસત્ત્વનો અનુભવ પણ થાય છે. જો કલ્પનાને જ કારણે અસત્ત્વની પ્રતીતિ હોય, તો પ્રત્યેક અર્થ અન્ય અર્થોના રૂપમાં પ્રતીત થવો જોઈએ. પરદેશ-કાળ આદિ દ્વારા ઘટનું અસત્ત્વ જો વાસ્તવ ન હોય તો ઘટ અન્ય દેશમાં અને અન્ય કાળમાં પ્રતીત થવો જોઈએ. તે જે રીતે પાર્થિવરૂપમાં પ્રતીત થાય છે, તે રીતે જલીય રૂપમાં અથવા અગ્નિ આદિના રૂપમાં પ્રતીત થવો જોઈએ. એક અર્થને સમસ્ત વસ્તુઓના રૂપમાં થઈ જવું જોઈએ. મરૂસ્થળમાં દૂરથી ગ્રીષ્મ ઋતુમાં પાણી દેખાય છે પરંતુ પાસે જવાથી પાણી નથી મળતુ અને તેને પીઈને તરસ છિપાતી નથી. આ બાધક જ્ઞાનને કારણે મરૂસ્થળમાં જળનું જ્ઞાન કલ્પનાથી ઉત્પન્ન સિદ્ધ થાય છે. પરંતુ પર દ્રવ્ય, દેશ, કાલ આદિના રૂપમાં અસત્રૂપના જ્ઞાનને બાધિત કરવાવાળું કોઈ જ્ઞાન નથી, તેથી વસ્તુનું અસત્ રૂપ કલ્પનાથી સિદ્ધ નથી. અસત્ રૂપ સત્ય ના બદલે કાલ્પનિક માનવામાં આપત્તિ છે. તેથી અસત્ રૂપ પણ સત્ય છે.
એ માટે બૌદ્ધ કહે છે “પર દ્રવ્ય, ક્ષેત્ર આદિના રૂપમાં જે અસત્ત્વ