________________
સપ્તભંગી
૨ ૪ ૩
અહીંયાં કેટલાક લોકોનો આક્ષેપ છે કે, “અસત્ત્વ અભાવ રૂ૫ છે. અભાવ પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા રાખે છે. ઘટનું જ્ઞાન ન હોય તો ઘટના અભાવનું જ્ઞાન નથી થઈ શકતું. પરંતુ ભાવનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા નથી રાખતું. ઘટને ઘટાભાવના જ્ઞાનની અપેક્ષા નથી હોતી.” તે લોકોનો આક્ષેપ યુક્ત નથી. અર્થનું જ્ઞાન બંને પ્રકારે થાય છે, અપેક્ષાથી અને અપેક્ષા વગર. અભાવનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા રાખે છે. પરંતુ જ્યારે અભાવનું જ્ઞાન પ્રમેય રૂપે થાય છે, ત્યારે પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા નથી હોતી. ઘટ હોય કે પટ, વૃક્ષ હોય કે લતા હોય, કોઈપણ હોય બધા જ અર્થ પ્રમેય છે અને પ્રમેય રૂપે જ્ઞાનનો વિષય હોવાને કારણે વૃક્ષ લતાની કે લતા વૃક્ષની અપેક્ષા નથી કરતી. પ્રમેયત્વ બધી વસ્તુઓનો સામાન્ય ધર્મ છે. ભાવોની જેમ અભાવ પણ જ્ઞાનનો વિષય છે. આથી પ્રમેય છે. પ્રમેય રૂપે વૃક્ષ આદિ ભાવ જે રીતે કોઈ પ્રતિયોગીની અપેક્ષા નથી રાખતા, તે જ રીતે અભાવ પણ પ્રમેયરૂપે કોઈ પ્રતિયોગીની અપેક્ષા નથી રાખતો. અભાવ અભાવરૂપે પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા કરે છે. ભાવ પણ પોતાના અભાવના અભાવરૂપ છે, એ રૂપે ભાવ પણ પોતાના અભાવની અપેક્ષા કરે છે. ઘટ ઘટાભાવનો અભાવ છે, તેથી ઘટાભાવના જ્ઞાનની અપેક્ષા કરે છે.
આ તો થઈ સ્વભાવાભાવ રૂપમાં અર્થાત્ પોતાના અભાવના અભાવના રૂપમાં પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા. ભાવ રૂપમાં પણ સત્ત્વ રૂપને માટે સ્વદ્રવ્ય-ક્ષેત્ર આદિની અપેક્ષા અનુભવ સિદ્ધ છે. દ્રવ્યાદિ વગર કોઈપણ અર્થનું સ્વરૂપ પ્રતીત થતું નથી, તેથી પ્રથમ ભાંગો સત્ત્વને અને બીજો ભાંગો અસત્ત્વને અપેક્ષાએ પ્રગટ કરે છે. આ દશામાં સત્ત્વ અસત્ત્વનો અને અસત્ત્વ સત્ત્વનો સર્વથા વિરોધી નથી રહેતો. અસત્ત્વ ધર્મની તાત્વિકતા :
વસ્તુનો અસત્ત્વ ધર્મ પણ સર્વ ધર્મની જેમ તાત્વિક છે, તે જણાવવા માટે યુક્તિ સહ જૈનતર્કભાષામાં કહ્યું છે કે,