________________
સપ્તભંગી
૨૪૧
નયના સ્વરૂપને માટે આવશ્યક છે. જો પહેલો ભાંગો અસત્ત્વનો સર્વથા નિષેધ કરે તો તે નય વાક્ય જ નહીં રહે. એ જ રીતે જો બીજો ભાંગો સત્ત્વનો સર્વથા નિષેધ કરે તો તે પણ નય ન રહેતા દુર્નય થઈ જશે. આ દશામાં નયોના સમૂહરૂપ સપ્તભંગી પણ અપ્રમાણ થઈ જશે. સત્ત્વ અને અસત્ત્વ સાપેક્ષ ભાવ છે. અપેક્ષા યુક્ત અર્થોમાં અપેક્ષાથી જ પ્રતિપાદન થવું જોઈએ. સત્ત્વ અને અસત્ત્વ, રૂપ-રસ-સ્પર્શ આદિની જેમ સર્વથા પરસ્પર નિરપેક્ષ નથી. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય આદિની અપેક્ષાએ કોઈપણ અર્થના સત્ત્વ અને અસત્ત્વ અનુભવ સિદ્ધ છે. શબ્દ જ્યારે દ્રવ્ય આદિની અપેક્ષા વિના અર્થના સત્ત્વ અને અસત્ત્વનું પ્રકાશન કરે છે, ત્યારે તે નયવાક્ય નથી થતું. ત્યારે તેમાં લૌકિક પ્રામાણ્ય રહે છે. સપ્તભંગીરૂપ પ્રાધાન્યને માટે અથવા પ્રથમ બીજા વગેરે ભાંગારૂપ નય માટે શબ્દથી ઉત્પન્ન જ્ઞાનનું અપેક્ષાત્મક હોવું આવશ્યક છે.
સ્વ-દ્રવ્ય ક્ષેત્ર આદિની સાથે અર્થનો સાક્ષાત્ સંબંધ છે. તેથી તેના કારણે એક અર્થનું સત્ત્વ છે, પરંતુ જે દ્રવ્ય ક્ષેત્ર આદિ ભિન્ન વસ્તુની સાથે સંબંધ રાખે છે, તે પણ સત્ વસ્તુના સંબંધી છે. અપેક્ષાને કારણે થવાવાળો સંબંધ બે પ્રકારે થાય છે, સત્ત્વ દ્વારા અને અસત્ત્વ દ્વારા. જે દ્રવ્ય આદિ “સ્વ' છે તેની સાથે સર્વ દ્વારા સંબંધ છે અને જે દ્રવ્ય આદિ “પર” છે તેની સાથે અસત્ત્વ દ્વારા સંબંધ છે અને ઘટ અવસ્થામાં પિંડ આકારનો પર્યાય નથી હોતો. તેથી તેની સાથે અસત્ત્વ દ્વારા સંબંધ છે. જે દ્રવ્ય-ક્ષેત્ર આદિ ઘટના સ્વરૂપમાં પ્રતીત નથી થતા, તે જ પર કહેવાય છે અને તેની સાથે અસત્ત્વ દ્વારા સંબંધ થાય છે. તેથી સત્ત્વ દ્વારા જેની સાથે સંબંધ છે, તે જ માત્ર સંબંધી નથી થતો, જેની સાથે અસત્ત્વરૂપે સંબંધ છે, તે પણ સંબંધી થાય છે, જો તે “પર” હોવાના કારણે સર્વથા સંબંધથી રહિત હોય તો સામાન્ય રૂપે તેની સત્તા ક્યાંય પણ ન હોવી જોઈએ. પરંતુ પર દ્રવ્ય આદિનો સ્વ-સ્વરૂપે અભાવ પ્રત્યક્ષ અને યુક્તિ વિરૂદ્ધ છે. જ્યારે લોકો કહે છે કે, દરિદ્રની પાસે ધન નથી, ત્યારે અસત્ત્વરૂપે ધનનો સંબંધ દરિદ્ર સાથે હોય છે. સત્ત્વરૂપે સંબંધ ન હોવાથી અસત્ત્વરૂપે જે સંબંધ છે, તેનો નિષેધ નથી થઈ શકતો.