________________
નયવાદ
૨ ૧૭.
જોઈને બ્રહ્માદ્વૈતવાદીઓએ જાગવાની દશાના સંસારને પણ મિથ્યા માની લીધો, આ રીતે બ્રહ્માત એકાંતનો આશ્રય લે છે. પ્રમાણો દ્વારા સ્વપ્નનો અને જાગવાની દશાનો ભેદ સિદ્ધ છે. એકાંતથી સમસ્ત અર્થોને સ્વપ્ન સમાન મિથ્યા કહેવાને કારણે બ્રહ્માદ્વૈત મત પણ સંગ્રહાભાસ છે.
શબ્દાદ્વૈત આ બંનેથી ભિન્ન અદ્વૈતવાદ છે. જે પણ જ્ઞાન થાય છે, તેની સાથે શબ્દનો સંબંધ હોય જ છે. શબ્દ વગરના શુદ્ધ જ્ઞાનનો અનુભવ ક્યારેય નથી થતો. કોઈપણ અર્થ હોય તેનો વાચક શબ્દ અવશ્ય હોય છે. શબ્દના બોલવાથી અર્થની પ્રતીતિ થાય છે. જો અર્થ ન હોય તો પણ શબ્દને સાંભળીને અર્થ વિદ્યમાન પ્રતીત થવા લાગે છે. શબ્દના આ સામર્થ્યને લઈને શબ્દાદ્વૈતવાદી શબ્દને અનાદિ અનંત બ્રહ્મ માની લે છે અને કહે છે કે, કેવળ શબ્દ સત્ય છે. તે જ અનેક પ્રકારના અર્થોના રૂપમાં પ્રતીત થઈ રહ્યો છે. અર્થ સત્ય નથી. કોઈ દશાઓમાં શબ્દ અર્થને ન હોવાં છતાં પણ બતાવી દે છે. આ કારણે સમસ્ત અર્થોને એકાંતથી મિથ્યા માની લેવાને કારણે શબ્દાદ્વૈતવાદ પણ સંગ્રહાભાસ છે. પ્રમાણો દ્વારા જ્ઞાન અથવા બ્રહ્મ અથવા શબ્દ જે રીતે સિદ્ધ થાય છે, તે રીતે અન્ય જડ ચેતન પણ સિદ્ધ થાય છે, કેવળ એકને લઈને તેમાં જ બધાનો સંગ્રહ કરવો યુક્ત નથી.
અદ્વૈતવાદ જે રીતે સંગ્રહાભાસ છે, તે રીતે સાંખ્યોનો પ્રકૃતિવાદ પણ સંગ્રહાભાસ છે. સાંખ્ય લોકો કોઈ એક તત્ત્વને નથી માનતા. તેમના મત પ્રમાણે મૂળભૂત તત્ત્વ દે છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ જડ છે અને પુરુષ ચેતન. સમસ્ત સંસાર પ્રકૃતિ રૂપ છે, પૃથ્વી જલ આદિ જેટલા પણ બાહ્ય અર્થ છે તે બધાં પ્રકૃતિના પરિણામ છે. પ્રકૃતિ કારણ છે, કાર્ય તેનાથી અભિન્ન છે. કાર્ય કારણોમાં વિદ્યમાન છે અને તેનો કારણ સાથે અભેદ છે. અહીંયાં એકાંતવાદનો આશ્રય લઈને સાંખ્ય