________________
નયવાદ
૨૨૧
ઈન્દ્રિયો દ્વા૨ા અનુભવ નથી થતો તેની સત્તાને સામાન્ય લોકો નથી માનતા. સામાન્ય લોકો જ નહીં, પરીક્ષક લોકો પણ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન ન થવાથી સ્થૂલ અર્થોનો અભાવ માને છે. આ પ્રકારનો વ્યવહાર યથાર્થ છે. એકાંતરૂપે સ્થૂલ અર્થોના પ્રત્યક્ષનો આશ્રય લઈને ચાર્વાક જ્યારે ઈન્દ્રિયોથી અગમ્ય અર્થનો નિષેધ કરવા લાગે છે, ત્યારે વ્યવહારાભાસ થઈ જાય છે. અર્થ બે પ્રકારનાં છે. ઈન્દ્રિયગમ્ય અને ઈન્દ્રિયોથી અગમ્ય. જે અર્થોનું સંવેદન ઈન્દ્રિયો દ્વારા નથી થતું, તેને જો સ્વીકારવામાં ન આવે તો સ્થૂલ પ્રત્યક્ષ અર્થોનો આધાર નથી રહી શકતો. વૃક્ષ-લતા, ફૂલ, ફળ, ઈંટ-પથ્થર આદિ જેટલા અર્થ છે, આ બધાના અવયવોનો જ્યારે વિભાગ થાય છે, ત્યારે નાના-મોટા ખંડ દેખાઈ આવે છે. તેમાંથી ઈંટ અને પટ વગેરે બનાવવાં હોય તો માટીના પિંડોના સંયોગથી ઈંટોને અને તંતુઓના સંયોગથી પટને બનાવવામાં આવે છે. અવયવોનાં સંયોગથી અવયવી દ્રવ્ય ઉત્પન્ન થાય છે અને અવયવોના વિભાગથી નષ્ટ થાય છે. આ નિયમ સ્કૂલ દ્રવ્યોના જન્મ અને નાશને જોઈને સિદ્ધ થાય છે. આ નિયમ પ્રમાણે દ્રવ્યોના સ્થૂલ અવયવોના ખંડ થતા જ રહેશે. ખંડ કરતાં કરતાં તે અવસ્થા આવી જશે જ્યારે અત્યંત સૂક્ષ્મ ખંડ દેખાશે તો ખરો પણ તેના ખંડ નહીં કરી શકાય. આ આદિમ સ્થૂલના અવયવ નહીં કરી શકાય તો પણ નિયમ પ્રમાણે તેના અવયવ હોવા જોઈએ. આદિમ સ્થૂલ અવયવના સૂક્ષ્મ ઉત્પાદક અવયવ માનવા પડશે. જો એ સૂક્ષ્મ અવયવ ન હોય, તો આદિમ સ્થૂલનો જન્મ અવયવ વગરનો માનવો પડશે. પરંતુ સૂક્ષ્મ અવયવો વગર સ્થૂલ દ્રવ્યોની ઉત્પત્તિ થઈ શકતી નથી. શૂન્ય કોઈ અર્થને પણ ઉત્પન્ન નથી કરતું. આ રીતે સ્થૂલ અર્થોનો આધાર આંખ આદિ ઈન્દ્રિયો નથી જાણતી તો પણ માનવો પડે છે. સૂક્ષ્મ દ્રવ્ય જ નહીં, તેના રૂપ, સ્પર્શ આદિ ગુણોને પણ ઈન્દ્રિયો