________________
૨૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પર્યાયોમાં જ્ઞાનાત્મક દ્રવ્ય સ્થિર રહે છે. એ જ સ્થિર જ્ઞાન આત્મા છે અને તે અર્થોના ઉત્પાદ અને નાશની જેમ અનુગત રૂપને પણ સ્થિર રૂપમાં પ્રત્યક્ષ કરી શકે છે. ત્રણેય કાળના પર્યાયોનો અભેદ હોવા છતાં પણ જ્યારે દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે, ત્યારે બધાનું પ્રત્યક્ષ નથી થતું. તેનું કારણ ઈન્દ્રિયોનું સામર્થ્ય છે, જે વર્તમાનકાળમાં છે, તેનું જ જ્ઞાન ઈન્દ્રિયોથી થઈ શકે છે. ઈન્દ્રિયોનો સ્વભાવ આ જ પ્રકારનો છે. જે પર્યાયોને ઈન્દ્રિય જાણી ન શકે, તેની સાથે દ્રવ્યનો અભેદ જો પ્રત્યક્ષ ન હોય, તો તે અવિદ્યમાન સિદ્ધ નહીં થઈ શકે. નેત્રથી રૂપનું દર્શન થાય છે, જ્યારે ફૂલનું રૂપ જોવામાં આવે છે ત્યારે સ્પર્શ અને ગંધ હોવા છતાં પણ નેત્ર જાણી શકતી નથી. એટલાથી ફૂલમાં જ્યારે રૂપ છે ત્યારે સ્પર્શ અને ગંધનો અભાવ સિદ્ધ નથી થતો. જો અનુગામી દ્રવ્ય ન હોય તો પ્રથમ પર્યાયના નષ્ટ થવાથી અન્ય પર્યાય ઉત્પન્ન ન થવો જોઈએ. ઉપાદાન બીજ ન હોવાથી અંકુર પર્યાય ઉત્પન્ન નથી થતો. પર્યાયનો અભેદ દ્રવ્યના પ્રત્યક્ષનું સાધન નથી. પ્રત્યક્ષનું સાધન ઈક્રિય છે અને એ પોતાના સ્વભાવ અનુસાર અર્થનું પ્રત્યક્ષ કરે છે. સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સહાયતાથી આત્મા ભૂત અને ભાવી પર્યાયોને અને તેનાથી અભિન્ન દ્રવ્યોને જાણી લે છે.
અહીંયાં ધ્યાન રહે કે, દ્રવ્યનું અનુગામી અક્ષણિક સ્વરૂપ કાલની અપેક્ષાએ પ્રતીત થાય છે. કાલ આ સ્વરૂપને ઉત્પન્ન નથી કરતો. અર્થ, બૌદ્ધ મત પ્રમાણે ક્ષણિક છે પરંતુ વર્તમાનકાળ અર્થમાં ક્ષણિકતાને ઉત્પન્ન નથી કરતો. જો કાલ વર્તમાન અર્થમાં ક્ષણિકતાને ઉત્પન્ન કરતો હોય, તો વર્તમાનકાળની ક્ષણિકતાને ઉત્પન્ન કરવા માટે કોઈ અન્ય કાળને કારણ માનવો પડશે. આ રીતે અનવસ્થા થઈ જશે. તેનાથી