________________
૨ ૩૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નિત્યત્વ અને અનિત્યત્વ આદિનું એક ધર્મીમાં પ્રતિપાદન થાય છે
ત્યારે જ ભાવ અને અભાવનો વિરોધ દૂર થઈ જાય છે. અસત્ત્વ જે રીતે સત્ત્વનો અભાવ છે, તે રીતે અભેદ ભેદનો અભાવ છે, નિત્યત્વનો અભાવ અનિત્યત્વ છે. ભાવ અને અભાવરૂપથી વિધિ અને નિષેધનું પ્રતિપાદન સપ્તભંગીનો પ્રાણ હોય છે.
એક ધર્મમાં એક ધર્મનું વિધાન હોય અને તેનાથી ભિન્ન કોઈ અન્ય ધર્મનો નિષેધ હોય, તો સપ્તભંગી નથી થતી. અગ્નિમાં રૂપ છે અને રસ નથી, આ પ્રકારે કહેવામાં આવે તો સપ્તભંગી પ્રગટ નથી થતી. અગ્નિમાં રૂપના સત્ત્વની સાથે રસના અસત્ત્વનો વિરોધ નથી. વિરોધથી રહિત અનેક ધર્મોનું એક ધર્મમાં પ્રતિપાદન કરવાથી જે પ્રકારે સપ્તભંગી નથી થતી, તે પ્રકારે એક ધર્મમાં વિરોધથી રહિત એક ધર્મના સત્ત્વ અને અન્ય ધર્મના અસત્ત્વનું પ્રતિપાદન હોય તો પણ સપ્તભંગી નથી થઈ શકતી. વિરોધી ધર્મોમાં વિરોધના અભાવનું નિરૂપણ હોય તો સપ્તભંગી થાય છે. વચનના જે પ્રકારોથી અર્થ ભિન્ન થઈ જાય છે, તે ભાંગ કહેવાય છે, સાત ભાંગાના સમૂહને સપ્તભંગી કહે છે. હવે સાત ભાંગાની ઉત્પત્તિનું રહસ્ય જણાવતાં કહે છે કે -
इयं च सप्तभङ्गी वस्तुनि प्रतिपर्यायं सप्तविधधर्माणां सम्भवात् सप्तविधसंशयोत्थापितसप्तविधजिज्ञासामूलसप्तविध-प्रश्नानुरोधादुपपद्यते ।12) (નૈનતાણા)
અર્થ : એક વસ્તુના પ્રત્યેક પર્યાયમાં સાત પ્રકારના જ ધર્મ હોઈ શકે છે. આ કારણે સાત પ્રકારના સંદેહ અને એ જ કારણે સંદેહથી ઉત્પન્ન સાત પ્રકારની જિજ્ઞાસા અને તેને કારણે સાત પ્રકારના પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નોના કારણે પ્રત્યેક પર્યાયમાં સાત ભાંગા ઉત્પન્ન થાય છે. 2. प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ।।४-३९।। तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ।।४-४० ।। तस्यापि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ।।४-४१।। तस्यापि सप्तप्रकारकत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः |૪-૪રા (ર.તવા.)