________________
નયવાદ
૨૨૫
અંશમાં અને ક્યારેક અધિક અંશમાં ભિન્ન હોય છે. આકારમાં ભેદ હોવાં છતાં પણ દ્રવ્યની સાથે તેનો અભેદ રહે છે. પર્યાય ક્યારેય દ્રવ્યથી સર્વથા શૂન્ય નથી થઈ શકતા. દ્રવ્યનો સૂક્ષ્મ પર્યાય સ્થૂળ પર્યાયોની જેમ અદૃષ્ટ હોવા છતાં પણ દ્રવ્યમાં હોય છે. આ પ્રકારે પર્યાય ઈન્દ્રિયોથી અગમ્ય પણ હોય છે. એ સૂક્ષ્મ પર્યાયો વગર દ્રવ્ય ક્યારેય નથી રહેતું. તેથી વસ્તુનો સ્વભાવ દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક છે.
બૌદ્ધ, દ્રવ્ય અને પર્યાય પ્રમાણ સિદ્ધ હોવા છતાં પણ પર્યાયોને માની લે છે અને અનુગામી દ્રવ્યનો નિષેધ કરે છે. તેમનું કહેવું છે કે, કોઈ અર્થ અનુગામી નથી. જો ત્રણેય કાળમાં દ્રવ્યની સ્થિતિ હોય, તો જ્યારે કોઈ અર્થનું પ્રત્યક્ષ થાય છે, ત્યારે નાશના કાળ સુધી રહેવાવાળું વસ્તુનું જે સ્વરૂપ છે તે જોતાં જ સ્પષ્ટ રૂપે એક ક્ષણમાં પ્રતીત થઈ જવું જોઈએ. પરંતુ જે ક્ષણે જોઈએ છીએ તે ક્ષણમાં અર્થનું તે જ સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે કે જે તે ક્ષણે વિદ્યમાન હોય છે. અતીત ક્ષણોમાં જે અર્થના જે સ્વરૂપ હતાં અને અનાગત ક્ષણોમાં જે સ્વરૂપ હશે તે બધાનું પ્રત્યક્ષ નથી થતું. એક ક્ષણમાં જન્મથી લઈને નાશ સુધીના પર્યાયોનો અને તે પર્યાયોમાં રહેવાવાળા અનુગામી દ્રવ્યનું પ્રત્યક્ષ જે રીતે અસંભવ છે, તે રીતે અનેક ક્ષણોમાં પણ ક્રમમાં પ્રત્યક્ષ નથી થઈ શકતું જ્ઞાન પર્યાયોનું પ્રકાશક છે. જ્ઞાન સ્વયં ક્ષણિક છે, તે પોતાની ઉત્પત્તિથી પહેલાંના કાળના અને પોતાના વિનાશ પછી થવાવાળા પર્યાયોને પ્રકાશિત કરી શકતું નથી. પર્યાયોનો અનુભવ ન થવાથી તેની સાથે અભેદે રહેવાવાળા દ્રવ્યનું પ્રત્યક્ષ નથી થઈ શકતું.
પરંતુ આ કથન યુક્ત નથી. જ્ઞાન પણ સર્વથા ક્ષણિક નથી. જ્ઞાનનો પર્યાય નષ્ટ થાય છે, તે સર્વથા નષ્ટ નથી થતો, તેનો કેટલોક ભાગ રહી જાય છે. જ્ઞાનના ઉત્પાદ અને વિનાશવાળા