________________
નયવાદ
૨૨૭
બચવા માટે અર્થના યથાર્થ સ્વભાવનો આશ્રય લેવો પડશે. જે રીતે અર્થ સ્વભાવથી જે ક્ષણમાં ઉત્પન્ન થાય છે, તે ક્ષણ પૂર્વ અને ઉત્તર ભાવથી રહિત હોય છે. ક્ષણની સાથે સંબંધ હોવાથી અર્થ ક્ષણિક કહેવાય છે. આ રીતે અનેક ક્ષણોની સાથે અર્થનો સંબંધ છે. તેના લીધે અર્થ અક્ષણિક કહેવાય છે. ત્રણેય કાળ અક્ષણિકતાને ઉત્પન્ન નથી કરતા.
અર્થોમાં અનુગમથી યુક્ત દ્રવ્ય અને અનુગમથી રહિત પર્યાયનો અનુભવ હોવા છતાં પણ એકાંતવાદનો આશ્રય લઈને બૌદ્ધ ક્ષણિક પર્યાયોના જ્ઞાનને સત્ય માને છે અને જે એક અનુગત દ્રવ્ય પ્રતીત થાય છે, તેના જ્ઞાનને ભ્રમ કહે છે.
‘‘જલતી એવી દીપની જ્વાલા ચિરકાળ સુધી એક પ્રતીત થાય છે. પરંતુ એક જ્વાલા ચિરકાળ સુધી સ્થિર નથી રહી શકતી. જ્યાં સુધી તેલ અને વાટ રહે છે, ત્યાં સુધી જ્વાળા બળે છે, તેલનો નાશ ક્ષણક્ષણમાં પ્રત્યક્ષ થાય છે. તેનાથી જ્વાળાનો જન્મ પ્રતિક્ષણ સિદ્ધ થાય છે. જે જ્વાલા પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ તેના જેવી અન્ય જ્વાલા બીજી ક્ષણે ઉત્પન્ન થઈ, નિરંતર સમાન જ્વાળાઓ ઉત્પન્ન થવાના કારણે તે જ એક જ્વાલા બળી રહી છે, જે પહેલાં બળતી હતી, એવી રીતનો ભ્રમ ઉત્પન્ન થઈ જાય છે. જ્વાલાથી ભિન્ન કોઈ અનુગામી દ્રવ્ય નથી, તેથી ક્ષણિક પર્યાય કેવળ છે.''
પરંતુ બૌદ્ધમતની આ માન્યતા યુક્ત નથી. જેટલી જ્વાલાઓ ઉત્પન્ન થાય છે, તે બધામાં પ્રકાશાત્મક ઉષ્ણ તેજ અનુગત રૂપે પ્રતીત થાય છે. જ્વાલાની એકતા ભ્રાન્ત છે, પણ તેજનું અનુગત એક સ્વરૂપ ભ્રમથી પ્રતીત નથી થઈ રહ્યું. જો પ્રથમ ક્ષણે જ્વાલાના પર્યાયની સાથે તેજ દ્રવ્ય પણ નષ્ટ થઈ જાય તો બીજી જ ક્ષણે જ્વાલાનો નાશ થઈ જવો જોઈએ. તેથી અનુગત તેજ દ્રવ્યનું પ્રત્યક્ષ એક જ્વાલાના પ્રત્યક્ષ