________________
૨ ૧૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કારણમાં કાર્યનું સર્વથા સત્ત્વ અને કારણની સાથે કાર્યનું સર્વથા અભેદ માની લે છે. સર્વથા અભેદ માની લેવાને કારણે સમસ્ત જડ અર્થને પ્રકૃતિ રૂપ કહે છે. આ પ્રકારનો સત્કાર્યવાદ પ્રમાણોની વિરુદ્ધ છે. એકાંતથી કારણમાં જો કાર્ય હોય, તો સર્વથા કારણ સાથે અભેદ થવાથી કાર્યની ઉત્પત્તિ ન થવી જોઈએ. જે અર્થ બધા પ્રકારે વિદ્યમાન છે, તેની ઉત્પત્તિ નથી થતી. કારણભૂત અર્થ વિદ્યમાન છે, તે પોતાના કાળમાં ઉત્પન્ન થતો નથી. જો કારણના કાલમાં કાર્ય પણ સર્વથા વિદ્યમાન હોય તો તેની ઉત્પત્તિ ન થવી જોઈએ. જો વિદ્યમાન હોવા છતાં પણ ઉત્પત્તિ હોય તો સદા કાર્ય ઉત્પન્ન થતું રહેવું જોઈએ. એકવાર પટ ઉત્પન્ન થાય, તો ત્યાર બાદ સદા પટ ઉત્પન્ન થતો રહેવો જોઈએ. | સર્વથા કારણમાં કાર્ય વિદ્યમાન હોવાથી કારણમાં કોઈ વ્યાપાર પણ ન થવો જોઈએ. કાર્યને ઉત્પન્ન કરવા માટે કારણનો વ્યાપાર થાય છે. કાર્યના ઉત્પન્ન થઈ જવાથી કારણનો વ્યાપાર નથી રહેતો, જ્યારે પટ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે પટને ઉત્પન્ન કરવા માટે તંતુઓમાં વ્યાપાર નથી રહેતો. એકાંતથી કારણમાં કાર્ય વિદ્યમાન હોવાથી અને અભેદ હોવાથી કાર્ય ઉત્પત્તિથી પહેલા વિદ્યમાન છે, તેથી કારણોમાં કોઈ વ્યાપાર ન રહેવો જોઈએ. આ આક્ષેપને દૂર કરવા માટે સત્કાર્યવાદી કહે છે કે, કારણમાં કાર્ય સર્વથા વિદ્યમાન છે, પણ અવ્યક્ત રૂપે વિદ્યમાન છે. અભિવ્યક્તિ ને માટે કારણનો વ્યાપાર થાય છે. પરંતુ અહીંયાં પણ બે વિકલ્પ ઉઠે છે. અભિવ્યક્તિ રૂ૫ અર્થ નિત્ય અથવા કાર્ય થવો જોઈએ. જો અભિવ્યક્તિ નિત્ય છે તો સર્વથા વિદ્યમાન છે. તેથી કારણનો વ્યાપાર ન થવો જોઈએ. જો અભિવ્યક્તિ અનિત્ય છે તો તેની ઉત્પત્તિ માનવી પડશે ઉત્પત્તિ માનવાથી અભિવ્યક્તિ રૂપ કાર્ય ઉત્પન્ન થતાં પહેલા વિદ્યમાન હોય તો અભિવ્યક્તિ રૂપે કાર્ય વિદ્યમાન