________________
૨ ૧ ૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
થવાથી પાંચમો, બીજા ભાંગા સાથે અવક્તવ્યનો સંયોગ થવાથી છઠ્ઠો, ચોથાની સાથે અવક્તવ્યનો સંયોગ થવાથી સાતમો ભાંગો પ્રગટ થાય છે.
અન્ય અનેક રીતિઓથી પણ નયના વાક્ય સપ્તભંગીને પ્રગટ કરે છે. નય પર આશ્રિત સપ્તભંગીના પ્રસિદ્ધ થવાથી પ્રમાણ સપ્તભંગીથી તેના ભેદની જિજ્ઞાસા થાય છે. મતિ આદિ શાન જ્ઞાનાત્મક હોવાથી સ્વાર્થ છે. શબ્દાત્મક હોવાથી પરાર્થ છે. મતિ આદિના પ્રતિપાદક શબ્દ અનુસારે પણ સપ્તભંગી આ જ પ્રકારની હોય છે. આકાર સમાન હોવા છતાં એકની પ્રમાણે સપ્તભંગી અને અન્યની નય સપ્તભંગી હોવાનું કારણ શું છે? આ શંકાના ઉત્તરમાં શ્રી મહોપાધ્યાયજી કહે છે કે, નયવાક્ય પર આશ્રિત સપ્તભંગી વિકલાદેશ છે અને પ્રમાણે વાક્ય પર આશ્રિત સપ્તભંગી સકલાદેશ છે, આ કારણે બંનેમાં ભેદ છે. જ્યારે કાલ આદિ દ્વારા અનેક ધર્મોનો અભેદ કરીને વસ્તુનું પ્રતિપાદન થાય છે તો સકલાદેશ થઈ જાય છે અને જ્યારે કાલ આદિ દ્વારા ધર્મોમાં ભેદનો આશ્રય લઈને વસ્તુનું નિરૂપણ થાય છે તો વિકલાદેશ થાય છે. (આ વિષયને આગળ જણાવ્યો જ છે, તેથી ફરીથી કહેતા નથી.) નયાભાસો (દુર્નયો) નું નિરૂપણ :
અનંતધર્માત્મક વસ્તુના સ્વાભિપ્રેત એક અંશને બતાવવાવાળા અભિપ્રાય વિશેષને નય કહેવાય છે, આ વાત આપણે પહેલાં જોઈ છે. અનંતધર્માત્મક વસ્તુના સ્વાભિપ્રેત એક અંશને સ્વીકારવાવાળા અને વસ્તુના ઈતર અંશોનો અપલાપ કરવાવાળા અભિપ્રાય વિશેષને નયાભાસ (દુર્નય) કહેવાય છે. બધાં જ એકાંત દર્શન નયાભાસ સ્વરૂપ છે. કારણ કે, તે અન્યની માન્યતાને ખંડિત કરે છે. હવે