________________
૧૯૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તત્ત્વજ્ઞાન આત્માના વિષયમાં મિથ્યાજ્ઞાનને દૂર કરીને મોક્ષને પ્રગટ કરે છે, તે જ રીતે યમ વગેરે કર્મ અદૃષ્ટને ઉત્પન્ન કરીને અને તત્ત્વજ્ઞાન મિથ્યાજ્ઞાનનો નાશ કરીને મોક્ષનું કારણ છે. બંને સમાન રૂપમાં પ્રધાન કારણ છે. શ્રી ભાસ્કરાચાર્ય આદિ આ મતને માનવાવાળા છે.
જે લોકો શાનને મોક્ષનું પ્રધાન કારણ માને છે, તેઓ કહે છે કે - આત્માના વિષયમાં મિથ્યાજ્ઞાન સંસારનું મૂળ કારણ છે. તેનો નાશ તત્ત્વજ્ઞાનથી થઈ શકે છે. ધર્મ મિથ્યાજ્ઞાનના વિનાશમાં અસમર્થ છે. જે કર્મ દુઃખરૂપ ફળ આપે છે, તે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક છે. મોક્ષનો અભિલાષી પુરૂષ યમ આદિ કર્મો દ્વારા તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક પાપોને દૂર કરે છે. આ રીતે કર્મ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્ કારણ નથી. પરંતુ પરંપરા સંબંધથી કારણ છે. એટલે તત્ત્વજ્ઞાન મોક્ષનું પ્રધાન કારણ છે અને કર્મ ગૌણ કારણ છે. પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં પ્રતિબંધકનો અભાવ સહકા૨ી કારણ છે. જે કારણ પ્રતિબંધકને દૂર કરે છે, તે પ્રતિબંધકની નિવૃત્તિમાં મુખ્ય રૂપે કારણ હોય છે. પ્રતિબંધકોના નષ્ટ થવાથી જે કાર્ય ઉત્પન્ન થાય છે, તેમાં તે કારણ નથી હોતા. પ્રતિબંધક પાપના નષ્ટ થવાથી તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે અને પછી આત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી જ્ઞાન જ મોક્ષનું મુખ્ય કારણ છે, કર્મ નહીં. શ્રી ઉદયનાચાર્ય આદિ નૈયાયિકોનો આ મત છે.
જૈન મત પ્રમાણે જ્ઞાન અને કર્મ મોક્ષ પ્રતિ સમાન રૂપે કારણ છે, ગૌણ-મુખ્ય ભાવથી નહિ, દુ:ખના સાધનનો નાશ મોક્ષ છે. દુઃખના પ્રધાન સાધન કર્મ છે. જ્યાં સુધી કર્મનો નાશ નથી થતો, ત્યાં સુધી મોક્ષ નથી થઈ શકતો. ક્ષાયિક કેવળજ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર આદિ કર્મ (ક્રિયા) મોક્ષના કારણ છે. તત્ત્વજ્ઞાન કેવળ