________________
નયવાદ
૧૯૯
અર્થ : સંગ્રહ નયનો વિષય કેવલ સત્ છે અને નૈગમનો વિષય ભાવ અને અભાવ બને છે, તેથી નૈગમનય, સંગ્રહનયની અપેક્ષા અધિક વિષયવાળો છે.
કહેવાનો મતલબ એ છે કે, અનેક ધર્મોનું ગણ-મુખ્ય ભાવથી પ્રતિપાદન કરવાવાળો અભિપ્રાય નેગમ છે. આ લક્ષણ પ્રમાણે નૈગમના જેટલા ઉદાહરણ આગળ અપાયા છે, તે બધામાં કેવળ ભાવાત્મક અર્થોનું નિરૂપણ છે, કોઈ અભાવનું પ્રતિપાદન નથી.
નગમનું આનાથી ભિન્ન અન્ય લક્ષણ આ પ્રમાણે છે. “નિષ્પન્નાર્થસંવત્પમત્રિશાલી નૈનમ:' (સ્યાદ્વાદ રત્નાકર પરિ.૭ સૂત્ર.૧૦)
જે અર્થ વિદ્યમાન નથી, તેના સંકલ્પને પ્રકાશિત કરવાવાળો અભિપ્રાય નેગમ છે. કુહાડી લઈને કોઈ પુરૂષ જઈ રહ્યો હોય અને અન્ય કોઈ તેને પૂછે, “શા માટે આપ જઈ રહ્યા છો ?” તો તે જવાબમાં કહે છે – “હું પ્રસ્થકને માટે જાઉં છું.” અહીંયાં પ્રસ્થક વિદ્યમાન નથી, જવાવાળો કુહાડીથી લાકડું કાપીને પ્રસ્થકની રચના કરશે. તેથી પ્રસ્થક શબ્દનો પ્રયોગ કરે છે. સંકલ્પના વિષય વિદ્યમાન અને અવિદ્યમાન બંને પ્રકારના અર્થ થઈ શકે છે. અહીંયાં પ્રસ્થક અવિદ્યમાન છે અને સંકલ્પનો વિષય છે, તેથી અહીં નેગમ નય છે. સંગ્રહ નય જીવ-અજીવ આદિ જે અર્થોનો સંગ્રહ કરે છે, તે બધાં ભાવાત્મક હોય છે, આ રીતે સંગ્રહનો વિષય કેવળ ભાવ છે અને નગમના વિષય ભાવ અને અભાવ બંને છે, એટલે નેગમનો વિષય સંગ્રહથી અધિક છે. આ વસ્તુનું નિરૂપણ શ્રી વાદિ દેવ સૂરિજીએ સ્યાદ્વાદરત્નાકરમાં આપ્યું છે. હવે સંગ્રહનય અને વ્યવહારનયના વિષયોના બારામાં જણાવે છે -
સંગ્રહનયનો વિષય વ્યવહારનયથી અધિક છે :