________________
નયવાદ
૨૦૫
અર્થ : યદ્યપિ આ પ્રકારે સાત ભાંગોઓથી યુક્ત વસ્તુને સ્યાદ્વાદી જ સ્વીકારે છે. તો પણ ઋજુસૂત્ર દ્વારા એ વસ્તુનો જે સ્વીકાર કરવામાં આવે છે, તેની અપેક્ષાએ શબ્દ નયમાં કોઈ એક ભંગથી વિશિષ્ટ અર્થની પ્રતીતિ દોષથી રહિત છે, તેથી આ વિષયમાં કોઈ દોષ નથી, આ પ્રકારે કહે છે.
કહેવાનો આશય એ છે કે, પદાર્થના કોઈ એક ધર્મનું પ્રતિપાદન કરવું નયનું મુખ્ય સ્વરૂપ છે. સાતેય ભાંગાઓની સાથે પ્રતિપાદન કરવાથી અનેક ધર્મોનું નિરૂપણ થવાથી શબ્દનય સ્યાદ્વાદ થઈ જશે. સ્યાદ્વાદ પ્રમાણરૂપ છે. જો શબ્દનય સાત ભાંગાઓથી પદાર્થનું પ્રતિપાદન કરે, તો એ પ્રમાણ થઈ જવો જોઈએ. નયનું સ્વરૂપ ન રહેવું જોઈએ, આ આશંકાને દૂર કરવા માટે કહે છે કે, યદ્યપિ સાદ્વાદી સપ્તભંગીનો સ્વીકાર કરે છે અને સપ્તભંગી સાત ભાંગાના રૂપમાં પ્રમાણ છે. પરંતુ સપ્તભંગીનો પ્રમાણભાવ નયભાવનો વિરોધી નથી. પ્રત્યેક ભાગો નયરૂપ છે અને સાતેય ભાંગાઓનો સમુદાય પ્રમાણરૂપ છે. સમુદાયી અર્થોનું જે રવરૂપ હોય છે, તે તેના સમુદાયરૂપમાં નષ્ટ નથી થતું. વૃક્ષોના સમુદાયને વન કહેવાય છે. વન રૂપમાં હોવાં છતાં પણ પ્રત્યેક વૃક્ષનું વૃક્ષાત્મક સ્વરૂપ દૂર નથી થતું. સપ્તભંગીના રૂપમાં પ્રમાણ હોવા છતાં પણ એક એક ભાંગાનો નયભાવ સર્વથા દૂર નથી થતો. વૃક્ષ અને વનનું સ્વરૂપ જે પ્રકારે વિરોધી નથી, એ પ્રકારે સપ્તભંગીરુપ સ્યાદ્વાદ નામક પ્રમાણનો નિયોની સાથે વિરોધ નથી. શબ્દનય અનુસાર શબ્દના વાચ્ય અર્થનો આશ્રય લઈને જે સપ્તભંગી પ્રગટ થાય છે તેનો કોઈપણ એક ભાગો જે રૂ૫માં અર્થનું પ્રતિપાદન કરે છે, તે રૂપ ત્ર જુસૂત્રના અર્થની અપેક્ષાએ અધિક વિશિષ્ટ હોય છે. તે તત્ત્વમાં કોઈ દોષ નથી. હવે સમભિરૂઢથી શબ્દનયના વિષયની અધિકતા જણાવતાં કહે છે કે,