________________
૨૦૮
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ : નયવાક્ય પણ પોતાના વિષયમાં જ્યારે પ્રવૃત્ત થાય છે, ત્યારે વિધિ અને નિષેધ દ્વારા સપ્તભંગીને અનુસરે છે. નયવાક્ય વિકલાદેશ છે, તેથી પ્રમાણ વાક્યથી તેનો ભેદ છે.
કહેવાનો આશય એ છે કે, કોઈપણ નયના વાક્યને લઈને સપ્તભંગીની પ્રવૃત્તિ થઈ શકે છે. આ વિષયમાં બે પ્રકાર છે. એક પ્રકાર મુજબ એક ભાગો એક નય મુજબ પ્રવૃત્ત થાય છે, તો વિરોધી નય મુજબ અન્ય ભાગો પ્રવૃત્ત થાય છે. આ અપેક્ષાએ વિચાર કરવાથી નગમ અને સંગ્રહ પરસ્પર વિરોધી નય છે. નૈગમથી જો અસ્તિનું અર્થાત્ સત્ત્વનું પ્રતિપાદન થશે તો સંગ્રહથી નાસ્તિ અર્થાત્ અસત્ત્વનું પ્રતિપાદન થશે. આ જ રીતે પરસ્પર વિરોધી નૈગમ અને વ્યવહાર અથવા નેગમ અને 8 જુસૂત્ર અથવા નગમ અને શબ્દ અથવા નગમ અને સમભિરૂઢ અથવા નગમ અને એવંભૂત નયના આશ્રયે સપ્તભંગી પ્રગટ થઈ શકે છે.
આ રીતિથી જે અનેક સપ્તભંગીઓ પ્રગટ થાય છે, તે બધામાં એક અર્થમાં વિરોધ વગર વિધિ અને નિષેધની કલ્પના પ્રધાનરૂપે હોય છે. આ રીતે પ્રથમ અને બીજો ભાંગો સ્થિર થવાથી અન્ય ભાંગા પણ ઊભા થઈ જાય છે, તેમાંથી એક ભાગો કથંચિત્ અવક્તવ્ય છે. કોઈ આચાર્ય ભગવંતોના મત મુજબ અવકતવ્ય ભાંગાનું સપ્તભંગીમાં સ્થાન તૃતીય છે અને કોઈ આચાર્ય ભગવંતોના મતે ચતુર્થ સ્થાન છે. આ અવકતવ્ય ભાંગાનો પ્રથમ અને બીજા ભાંગા સાથે કમથી અથવા ક્રમ વગર સંયોગ કરવાથી અન્ય ભાંગાઓ પ્રગટ થાય છે.
તેનું એક ઉદાહરણ સંગ્રહ અને તેના વિરોધી અન્ય નયોના આશ્રયથી પ્રગટ થવાથી સપ્તભંગીમાં મળે છે. જો સંગ્રહ મુજબ ઘટને કોઈ અપેક્ષાએ સત્ જ કહેવામાં આવે તો અન્ય નયોના આશ્રયે પ્રથમ ભાંગાનો નિષેધ કરવાવાળો દ્વિતીય ભાંગાનો ઉદય થશે. સંગ્રહ નય