________________
નયવાદ
૨૦૩
કે જે ભૂતકાળમાં હતું. કાળ જ નહીં, કારક આદિના ભેદથી પણ શબ્દનય પદાર્થને ભિન્ન માને છે, એટલે શબ્દનયનો વિષય અલ્પ છે અને ત્રણ કાળની સાથે રહેવાવાળા અર્થોનો પ્રકાશક હોવાથી ઋજુસૂત્રનો વિષય અધિક છે. આ વિષયની અધિક સ્પષ્ટતા કરતાં જૈનતર્કભાષામાં જણાવે છે કે :
न केवलं कालादिभेदेनैवर्जुसूत्रादल्पार्थता शब्दस्य, किन्तु भावघटस्यापि सद्भावासद्भावादिनाऽर्पितस्य स्याद् घटः स्यादघट इत्यादिभङ्गपरिकरितस्य तेनाभ्युपगमात् तस्यर्जुसूत्राद् विशेषिततरत्वोपदेशात्।
અર્થ : વળી કાલ આદિના ભેદથી પદાર્થમાં ભેદ માનવાના લીધે જ શબ્દન, જુસૂત્રનય કરતાં અલ્પવિષયવાળો નથી, પણ સદ્ભાવ અને અસભાવની વિવક્ષાથી કથંચિત્ ઘટ અને કથંચિત્ અઘટ ઈત્યાદિ ભાંગાઓ સાથે ભાવ ઘટને માનવાને કારણે પણ અલ્પવિષયવાળો છે, આ રીતથી શબ્દનય ઋજુસૂત્રની અપેક્ષાએ અધિક વિશિષ્ટ અર્થાત્ અધિક સંકુચિત અર્થનું પ્રતિપાદન કરે છે.
કહેવાનો ફલિતાર્થ એ છે કે, શબ્દનય અનુસાર શબ્દનો અર્થ પ્રધાન છે. આ કારણે શબ્દ દ્વારા પ્રતીત થવાવાળો અર્થ જે વસ્તુમાં હોઈ શકે તેને શબ્દનય વાસ્તવમાં સત્ય માને છે. ઘ ધાતુથી ઘટ નામની ઉત્પત્તિ છે. ઘટ્ર ધાતુનો અર્થ ચેષ્ટા છે. જલ લાવવું વગેરે ક્રિયા અહીંયાં ચેષ્ટા છે. જેના દ્વારા જલ લાવી શકાય છે, તે માટીનો બનેલો ઘડો ભાવ ઘટ છે અને એ જ શબ્દનય મુજબ સત્ય છે. નામ ઘટ, સ્થાપના ઘટ અથવા દ્રવ્ય ઘટ શબ્દનય અનુસારે સત્યરૂપથી ઘટ નથી. નામ આદિ ઘટોમાં પાણી નથી લાવી શકાતું. તેમાં ઘટ શબ્દનો પ્રયોગ મુખ્ય નથી, પણ ગૌણ છે.