________________
૧૯૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
તેથી તે પણ સમ્યગ દર્શનનું કારણ થઈ જશે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ પણ અર્થોમાં થાય છે. તેથી સમસ્ત અર્થોને સંયમીની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પણ કારણ માનવા પડશે, એટલું જ નહીં, પરંપરામાં ઉપકારક હોવાના લીધે જો જ્ઞાન અને દર્શનને મોક્ષનું કારણ કહેવામાં આવે, તો શરીર, માતા, પિતા, વસ્ત્ર, ભોજન, ઔષધ વગેરેને પણ મોક્ષના કારણ માનવા પડશે. આ દશામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને જ મોક્ષનું કારણ નહીં કહી શકાય. જ્ઞાન વગેરે ત્રણ મોક્ષને માટે અત્યંત નિકટવર્તી કારણ છે, તેથી તે મોક્ષના ઉપાય કહેવાય છે. દેહ આદિ પરંપરાએ તેની ઉત્પત્તિમાં સહાયક છે, તેથી તેને મોક્ષનો ઉપાય ન કહેવાય તેથી ચારિત્રને જ મોક્ષનું કારણ કહેવું જોઈએ. ચારિત્રની અનંતર વ્યવધાન વગર મોક્ષ થાય છે. નેગમાદિ ત્રણ નયોનો અભિપ્રાય જણાવતાં જેનતર્કભાષામાં કહ્યું છે કે,
नैगमसंग्रहव्यवहारास्तु यद्यपि चारित्रश्रुतसम्यक्त्वानां त्रयाणामपि मोक्षकारणत्वमिच्छन्ति, तथापि व्यस्तानामेव, नतु समस्तानाम्, एतन्मते ज्ञानादित्रयादेव मोक्ष इत्यनियमात्, अन्यथा नयत्वहानिप्रसङ्गात्तु, समुदयवादस्य स्थितपक्षत्वादिति द्रष्टव्यम्।
અર્થ : નગમ, સંગ્રહ અને વ્યવહાર જો કે ચારિત્ર, શ્રુતજ્ઞાન અને સમ્યક્ત આ ત્રણેયને મોક્ષનું કારણ માને છે, તો પણ પ્રત્યેકને અલગઅલગ કારણ કહે છે. મિલિતરૂપમાં ત્રણેયને કારણ નથી કહેતા. આ નયો મુજબ જ્ઞાન આદિ ત્રણથી જ મોક્ષ છે, એવી રીતનો કોઈ નિયમ નથી. જો આ ત્રણેયને મોક્ષનું કારણ માની લઈએ તો તેમાં નયભાવ જ નહીં રહે. મિલિતરૂપથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય મોક્ષના કારણ છે - આ સિદ્ધાંતપક્ષ છે.
કહેવાનો આશય એ છે કે, કેટલાક લોકો ભિન્ન ભિન્ન જયો