________________
૧૬ ૭
આ
તે, તથા (૩) ભિન્ન-ભિન્ન વ્યક્તિઓમાં (અનેક પ્રકારના ઘડાઓમાં) સાદશ્યના અસ્તિત્વ સ્વરૂપથી (આ પણ ઘટ, આ પણ ઘટ, આ પણ ઘટ ઈત્યાદિ સ્વરૂપમાં) વર્તિત જે તિર્યસામાન્ય રૂપ દ્રવ્યાંશ છે તે. આ ત્રણે પ્રકારના દ્રવ્યાંશોમાંથી એકપણ દ્રવ્યાંશનો પર્યાયાર્થિક નય સ્વીકાર નથી કરતો. એટલે જો ઋજુસૂત્રનય પર્યાયાર્થિક છે, એવું કહીએ તો આ ૠજુસૂત્રનય પર્યાયાર્થિક હોવાથી ઉપરોક્ત ત્રિવિધમાંથી એક પણ દ્રવ્યાંશને ન માનવાવાળો થશે, એટલે દ્રવ્યાવશ્યકને માનવાવાળો કેમ થશે? અર્થાત્ દ્રવ્યાવશ્યકમાં લીનતા આ નયથી કઈ રીતે શક્ય છે ? અર્થાત્ શક્ય નથી. તેને ભાવનિક્ષેપો જ માન્ય રહે છે. દ્રવ્ય નિક્ષેપો માન્ય નથી રહેતો. એટલે અનુયોગદ્વારનો સૂત્રપાઠ આ તર્કવાદી આચાર્ય ભગવંતોના અભિપ્રાયથી કઈ રીતે સંગત થશે? અર્થાત્ સંગત નહીં થાય, તેથી સૂત્રપાઠ ન મળવાનો તેને વિરોધ દોષ આવશે, એવું કહીને ટબાકાર એવું કહેવા માંગે છે કે, ઋજુસૂત્રનયને જો દ્રવ્યાર્થિકમાં ન ગણીએ તો અનુયોગદ્વાર સૂત્રનો આ પાઠ સંગત થતો નથી.
નયવાદ
પરંતુ જે સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતો છે, તેમને અનુયોગ દ્વારના આ પાઠનો વિરોધ નથી આવતો. કારણ કે, તેઓ જુસૂત્રનયનો વર્તમાનગ્રાહી હોવા છતાં પણ દ્રવ્યાર્થિકનયમાં સમાવેશ કરે છે. એટલે ૠજુસૂત્રનયના બે પ્રકાર છે. ૧. સૂક્ષ્મ અને ૨. સ્થૂલ. ત્યાં વર્તમાનકાળગ્રાહી એવા પણ ૠજુસૂત્રનયને પ્રતિ સમયના ક્ષણિકદ્રવ્યવાદી = પ્રતિક્ષણ પ્રતિક્ષણમાં પલટાતાં એવા ક્ષણિક પર્યાયવાળા દ્રવ્યાંશ ને કહેવાવાળો સૂક્ષ્મૠજુસૂત્રનય કહેવાય છે, અને તે તે વર્તમાન પર્યાયાપન્નદ્રવ્યવાદી = તે તે (દીર્ધ) વર્તમાનકાળના પર્યાયને પ્રાપ્ત કરેલા એવા દ્રવ્યાંશને કહેવાવાળો સ્થૂલ ૠજુસૂત્રનય કહેવાય છે. એવું કહેવાથી દ્રવ્યાંશને માનવાવાળો ૠજુસૂત્રનય હોવાથી ‘દ્રવ્યાવશ્યકમાં લીન'' માનવામાં