________________
૧૭૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કર્તા પ્રધાન રૂપે પ્રતીત થાય છે, તેનાથી વિરુદ્ધ જ્યારે “ધટ બનાવવામાં આવી રહ્યો છે' - આ પ્રકારે કહે છે, ત્યારે ઘટ પ્રધાનરૂપે પ્રતીત થાય છે અને કર્તા અપ્રધાનરૂપે પ્રતીત થાય છે. પ્રધાન અને અપ્રધાન રૂપોનો ભેદ આવશ્યક છે. આ રીતે જ અહીંયાં પણ કારકના ભેદથી અર્થમાં ભેદ માનવો જોઈએ. એવો શબ્દનયનો મત છે. તદુપરાંત, સ્ત્રી પુરુષ અને નપુંસકનો ભેદ પ્રાણીઓમાં સ્પષ્ટ છે. જ્યારે કોઈ એક અર્થને સ્ત્રીલિંગ, પુલ્લિગ અથવા નપુંસકલિંગ શબ્દથી કહેવામાં આવે છે, ત્યારે અર્થ એક આકારનો પ્રતીત થવા છતાં પણ ભિન્ન સ્વરૂપમાં પ્રતીત થાય છે. એટલે ત્યાં પણ પ્રતીતિ મુજબ પદાર્થોનો ભેદ સ્વીકાર કરવો જોઈએ - એવો શબ્દનયનો અભિગમ છે. ઉપસર્ગોના ભેદથી અનેક વાર પરસ્પર વિરોધી અર્થોનું જ્ઞાન થાય છે. “ગચ્છતિ” કહેવાથી “જાય છે” એવો અર્થ પ્રતીત થાય છે અને “આગચ્છતિ' કહેવાથી “આવે છે' એવો અર્થ પ્રતીત થાય છે. બંને અર્થ ભિન્ન છે, એટલે ઉપસર્ગના ભેદથી પદાર્થોનો ભેદ સ્વીકારવો જોઈએ, એવી શબ્દનયની માન્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જેમ જુસૂત્રનય વર્તમાનકાલીન પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, તેમ શબ્દનય પણ વર્તમાનકાલીન પદાર્થોનું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. છતાં પણ બંને વચ્ચે ભેદ છે. કારણ કે, શબ્દનય લિંગવચન-સંખ્યાદિના ભેદથી અર્થનો ભેદ સ્વીકારે છે અને લિંગ-વચનાદિનો ભેદ હોવા છતાં પણ અર્થમાં ભેદ નથી, એવી ઋજુસૂત્રનયની માન્યતા છે. “તરdદી તટમ” આ પ્રયોગમાં શબ્દનય લિંગના ભેદથી અર્થનો ભેદ માને છે અને જુસૂત્રનય લિંગનો ભેદ હોવા છતાં પણ અર્થનો અભેદ માને છે. આ રીતે શબ્દનય અને ઋજુસૂત્રનય વચ્ચે માન્યતા ભેદ છે. 69. ऋजुसूत्राद् विशेषः पुनरस्येत्थं भावनीयः- यदुत संस्थानादिविशेषात्मा भावघट एव परमार्थसत् तदितरेषां तत्तुल्यपरिणत्यभावेनाघटत्वात्। अथवा लिङ्ग-वचन-सङ्ख्यादिभेदनर्थभेदाभ्युपगमाद् ऋजुसूत्रादस्य विशेषः। (नयरहस्य)