________________
નયવાદ
૧ ૮૩
કહેવાનો આશય એ છે કે, “વ્યંજનમાં અર્થકૃત વિશેષ” અને “અર્થમાં વ્યંજનકૃત વિશેષ' - આ બંનેની અપેક્ષા જે અધ્યવસાય વિશેષમાં હોય, તે અધ્યવસાય વિશેષને એવંભૂતનય કહેવાય છે.
જે ઘટમાં ઘટન (જલાહરણાદિ) ક્રિયા પ્રવર્તિત થાય, એવી ઘટરૂપ વસ્તુનો વાચક ઘટપદ છે અને ઘટનરૂપ ક્રિયાવાળી વસ્તુ ઘટપદથી વાચ્ય છે. પરંતુ ઘટરૂપ વસ્તુ ઘટન ક્રિયાવાળી નથી, ત્યારે ઘટરૂપ વસ્તુ ઘટપદથી વાચ્ય નથી.) આ રીતે પરસ્પર વાચ્ય-વાચક ભાવનો જે સંબંધ છે, તે જ અન્યોન્ય અપેક્ષા છે અને એવા અર્થને ગ્રહણ કરવાવાળો અધ્યવસાય વિશેષ જ એવંભૂત નય છે. ટૂંકમાં, કુંભાર દ્વારા નિર્માણ થયેલો ઘટ પાણી લાવવાની ક્રિયા કે પાણીને ધારણ કરવાની ક્રિયા કરતો ન હોય, ત્યારે તે ઘટપદથી વાચ્ય નથી. પરંતુ એવા પ્રકારની ક્રિયા કરતો હોય, ત્યારે જ તે ઘટપદથી વાચ્ય છે, એવો એવંભૂત નયનો અભિપ્રાય છે. એવંભૂત નય પણ માત્ર ભાવનિક્ષેપાનો જ સ્વીકાર કરે છે. અહીં હવે એવંભૂત નય અને સમભિરૂઢ નયની માન્યતામાં જે ભેદ છે, તે માન્યતાભેદને જૈનતર્ક ભાષા ગ્રંથના માધ્યમથી જણાવે છે.
समभिरूढनयो हीन्दनादि क्रियायां सत्यामसत्यां च वासवादेरर्थस्येन्द्रादिव्यपदेशमभिप्रैति, क्रियोपलक्षितसामान्यस्यैव प्रवृत्तिनिमित्तत्वात्, पशुविशेषस्य गमनक्रियायां सत्यामसत्यां च गोव्यपदेशवत्, तथारूढे: सद्भावात्। एवम्भूतः पुनरिन्दनादि-क्रियापरिणतमर्थं तक्रियाकाले इन्द्रादिव्यपदेशभाजमभिमन्यते ।
અર્થ ઃ ઈન્દન આદિ ક્રિયા વિદ્યમાન હોય કે અવિદ્યમાન, સમભિરૂઢ નય પ્રમાણે વાસવ આદિ અર્થ ઈન્દ્ર આદિ શબ્દનો વાચ્ય છે. કારણ કે, ક્રિયાથી ઉપલક્ષિત સામાન્ય શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. જવાની ક્રિયા વિદ્યમાન હોય અથવા ન હોય, વિશેષ પ્રકારનું પશુ “ગી” કહેવાય છે. આ પ્રકારની રૂઢિ છે. પણ એવંભૂત નય ઈન્દન આદિ ક્રિયામાં પરિણત અર્થને તે ક્રિયાના કાળમાં ઈન્દ્ર આદિ શબ્દોથી વાચ્ય માને છે.