________________
૧૮૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ધર્મને મુખ્ય રૂપે અને કોઈને ગૌણ રૂપે નય પ્રતિપાદિત કરે છે. કોઈ નય વિશેષ હોવા છતાં પણ કેવળ સામાન્યનું પ્રતિપાદન કરે છે અને કોઈ નય કેવળ વિશેષનું પ્રતિપાદન કરે છે. અપેક્ષાના ભેદથી શબ્દો દ્વારા નિરૂપણ કરવું તે નયોનું મુખ્ય કાર્ય છે. આ કારણે સાતેય નય શબ્દની સાથે સંબંધ રાખે છે. તેના દ્વારા જે જ્ઞાન થાય છે, તે શબ્દથી ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં ફૂલ છે. જે રીતે વૃક્ષની સત્તા છે, તે જ રીતે ફૂલોની પણ છે. ફૂલ જ નહીં, શાખા, પત્ર, મૂળ આદિની પણ સમાન સત્તા છે. પરંતુ જ્યારે આપણે ગૌણ અને મુખ્ય ભાવથી કહીએ છીએ, ત્યારે નેગમ નય થઈ જાય છે. આ પ્રકારે વકતાના કહેવાની ઈચ્છા નેગમ નયનું મૂળ છે.
અર્થ સામાન્ય રૂપ પણ છે અને વિશેષરૂપ પણ. જ્યારે ભેદની ઉપેક્ષા કરીને અભિન્ન સ્વરૂપમાં કહેવાની ઈચ્છા થાય છે, ત્યારે સંગ્રહ નય પ્રગટ થાય છે, જ્યારે સામાન્ય રૂપની ઉપેક્ષા કરીને ભેદને પ્રગટ કરવાની ઈચ્છા થાય છે ત્યારે વ્યવહાર નયનો ઉદય થાય છે. જ્યારે ત્રણેય કાળની સાથે સંબંધ હોવા છતાં પણ વર્તમાન કાળની અપેક્ષાએ કોઈ ધર્મનું નિરૂપણ થાય, તો જુસૂત્ર નય થઈ જાય છે, આ પ્રમાણે નગમથી લઈને જુસૂત્ર સુધીના નય પણ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તે શબ્દથી ઉત્પન્ન થાય છે.
શબ્દ પર આશ્રિત હોવા છતાં પણ ધર્મ અને ધર્મ, સામાન્ય અને વિશેષ અથવા વર્તમાનકાલ રૂપ અર્થની સાથે સંબંધ હોવાને લીધે નગમ આદિ ચારને અર્થ નય કહેવાય છે. શબ્દ આદિ ત્રણ નય શબ્દોને કારણે ભેદ ન હોવા છતાં પણ અર્થોમાં ભેદ માનવા લાગે છે. ફળનો ત્રણ કાળની સાથે સંબંધ છે. કાળના ભેદથી