________________
નયવાદ
૧૮૯
ફળના સ્વરૂપમાં કોઈ સ્પષ્ટ ભેદ પ્રતીત નથી થતો. પરંતુ શબ્દનય વર્તમાનકાળના વાચક શબ્દની સાથે સંબંધ હોવાને કારણે અતીત કાલના સંબંધી ફળથી ભેદ માને છે. આ ભેદ વસ્તુના સ્વરૂપના કારણે નહીં પણ શબ્દના કારણે પ્રતીત થાય છે. તેથી શબ્દનય ને અર્થાત્ સાંપ્રત નયને શબ્દનય કહેવાય છે.
સમભિરૂઢ નય પણ પર્યાય શબ્દના ભેદથી અર્થમાં ભેદ માને છે. વાસ્તવમાં જે અભેદ છે, તેની ઉપેક્ષા કરે છે. જ્યારે શાસન દ્વારા એશ્વર્યનું પ્રકાશન કરે, ત્યારે ઈન્દ્ર કહેવો જોઈએ, શક્ર અથવા પુરંદર નહીં. સમભિરૂઢ નયનો આ અભિપ્રાય વાચ્ય-વાચકભાવ સાથે સંબંધ રાખે છે. અર્થના પારમાર્થિક
સ્વરૂપ સાથે તેનો સંબંધ નથી. એવંભૂત પણ જ્યારે ગાય ચાલી રહી હોય ત્યારે જ “ગો' શબ્દથી વાચ્ય સમજે છે. જ્યારે ગાય બેઠી હોય, અને સૂતી હોય ત્યારે “ગો' શબ્દને તેનો વાચક નથી માનતો. આ રીતે વાચ્ય-વાચક ભાવ સાથે એવંભૂતનો પણ સંબંધ છે, તેથી એ પણ શબ્દનય કહેવાય છે. નગમ આદિનો વાચ્ય-વાચક ભાવ સાથે સંબંધ નથી, તેથી તે અર્થ નય કહેવાય છે. શબ્દના દ્વારા વસ્તુના સ્વરૂપને પ્રકટ કરવાથી જ આશ્રિત હોવાને લીધે શબ્દોની સાથે સંબંધ તો અર્થ નયનો પણ ઓછો નથી. તે પણ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તે પણ શબ્દથી ઉત્પન્ન થવાવાળું છે. - અર્પિત - અનર્પિત નય :
હવે નયના અર્પિત અને અનર્પિત એવા બે ભેદ જણાવે છે.
तथा विशेषग्राहिणोऽर्पितनया: सामान्यग्राहिणश्चानर्पित नयाः। तत्रानर्पितनयमते तुल्यमेवरूपं सर्वेषां सिद्धानां भगवताम्। अर्पितनयमते त्वेकद्विव्यादिसमयसिद्धाः