________________
નયવાદ
૧૯૧
અર્થ : લોકમાં જે અર્થ પ્રસિદ્ધ છે, તેને કહેવામાં તત્પરનય વ્યવહારનય કહેવાય છે. જે રીતે ભ્રમરમાં પાંચે વર્ણો હોવાં છતાં પણ “ભ્રમર શ્યામ છે.'' આ પ્રકારે વ્યવહાર થાય છે. તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરવામાં તત્પર નિશ્ચયનય હોય છે. તે ભ્રમરમાં પાંચેય વર્ણોનો સ્વીકાર કરે છે. બાદર સ્કંધ હોવાને કારણે તેનું શરીર પાંચ વર્ણોના પુદ્ગલોથી ઉત્પન્ન થયું છે. શુક્લ આદિ વર્ણ ન્યૂન હોવાથી જોવામાં નથી આવતા.
કહેવાનો ફલિતાર્થ એ છે કે, લોકમાં જે પ્રકારે વ્યવહાર થાય છે, તેને લઈને વ્યવહારનય વસ્તુનું પ્રતિપાદન કરે છે. ભ્રમરને લોકો શ્યામ કહે છે, તેથી વ્યવહારનય પણ તેને શ્યામ કહે છે, પરંતુ ભ્રમરનું શરીર સ્થૂળ છે, તેથી પુદ્ગલોથી ઉત્પન્ન છે. પુદ્ગલમાં પાંચેય વર્ણ છે, તેથી ભ્રમરના શરીરમાં પણ પાંચેય વર્ણ છે. શ્યામ વર્ણ વડે અન્ય વર્ણોનો અભિભવ થઈ ગયો છે, તેથી તે વિદ્યમાન હોવાં છતાં પણ દેખાતા નથી. આકાશમાં નક્ષત્રો હોય છે પણ દિવસે સૂર્યના પ્રકાશમાં દબાઈ જવાને કારણે દેખાતા નથી. દિવસે નક્ષત્રોની જેમ ભ્રમરના શરીરમાં શુક્લ આદિ વર્ણ વિદ્યમાન છે. નિશ્ચયનય યુક્તિ વડે ભ્રમરના શરીરને પાંચ વર્ષોથી યુક્ત સમજે છે. બીજી દષ્ટિએ વ્યવહાર-નિશ્ચયનયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
अथवा एकनयमतार्थग्राही व्यवहार:, सर्वनयमतार्थग्राही च निश्चयः । न चैवं निश्चयस्य प्रमाणत्वेन नयत्वव्याघातः, सर्वनयमतस्यापि स्वार्थस्य तेन प्राधान्याभ्युपगमात् ।
અર્થ : અથવા એક નયના અભિમત અર્થને જે ગ્રહણ કરે છે, તે વ્યવહા૨ નય છે. સમસ્ત નયો દ્વારા અભિમત અર્થનો જે સ્વીકાર કરે છે, તે નિશ્ચય નય છે. તેના લીધે નિશ્ચય પ્રમાણ નથી થઈ જતો