________________
૧૮૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કહેવાનો આશય એ છે કે, સમભિરૂઢ નય પ્રમાણે વ્યુત્પત્તિ દ્વારા જે ક્રિયા પ્રતીત થાય છે, તે વ્યુત્પત્તિની નિમિત્ત છે. પરંતુ વ્યુત્પત્તિનું નિમિત્ત હંમેશા પ્રવૃત્તિનું નિમિત્ત નથી થઈ શકતું. કોઈ કાળે ક્રિયા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત થઈ શકે છે. પરંતુ સદા પ્રવૃત્તિનું નિમિત્ત બની શકતી નથી. જ્યારે ક્રિયા ન હોય ત્યારે પ્રવૃત્તિ-નિમિત્ત ક્રિયાથી ભિન્ન થઈ જાય છે. ગાય જ્યારે ચાલી રહી ન હોય ત્યારે ગોત્વ જાતિના કારણે ગો શબ્દનો પ્રયોગ ગાયમાં થાય છે. ગોત્વ જાતિ જ્યાં સુધી ગાયનું શરીર છે, ત્યાં સુધી તેનામાં રહે છે. ગાય બેઠી હોય અથવા સૂતી હોય તો ચાલવાની ક્રિયા ન હોવાં છતાં પણ ગોત્વ જાતિનું જ્ઞાન થાય છે, તે કાળે ગમન ક્રિયા ઉપલક્ષણ હોય છે. જે વસ્તુ ઉપલક્ષણ રૂપમાં હોય છે, તે એક વાર પ્રતીત થઈને પછી અવિદ્યમાન હોવા છતાં પણ અર્થનું જ્ઞાન કરાવી દે છે. (83) “કાગડો જેના પર બેઠો છે, તે દેવદત્તનું ઘર છે.” આ પ્રકારે જ્યારે કહીએ છીએ, ત્યારે દેવદત્તના ઘરને માટે કાગડો ઉપલક્ષણ થાય છે. જોવાવાળો ઘર ઉપર કાગડાને જુએ છે, પરંતુ ઘરની પાસે પહોંચતાં-પહોંચતાં કાગડો ઉડી જાય છે. ઉડી જવા છતાં પણ દેવદત્તના ઘરને અન્ય ઘરોથી ભિન્ન રૂપમાં પ્રતીત કરાવી દે છે. ગો શબ્દથી જે ગમન ક્રિયા પ્રતીત થાય છે, તે પણ ઉપલક્ષણ છે. જ્યારે તે નથી રહેતી ત્યારે ગમન ક્રિયાથી ગોત્વ જાતિ ઉપલક્ષિત થઈને પ્રતીત થાય છે, તે પ્રકારનો ઉપલક્ષિત સામાન્ય ગો શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. રૂઢિ આ વિષયમાં પ્રમાણ છે. જો ક્રિયાથી ઉપલક્ષિત સામાન્ય શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ન હોત તો ગો શબ્દની ગાયમાં રૂઢિ ન થઈ શકત ! રૂઢિના કારણે લોકો સૂતી અથવા બેઠેલી ગાયને પણ ગી કહે છે.
83. વિદ્યમાનત્વે સતિ જ્ઞાપર્વમ્ ૩૫ક્ષત્વિમ્ (વ્યુત્પત્તિવાદ્રિ)T