________________
નયવાદ
૧૮૧
અર્થ : શબ્દોની પ્રવૃત્તિમાં ક્રિયા નિમિત્ત છે. આ ક્રિયાથી યુક્ત અર્થને જ વાચ્યરૂપથી સ્વીકાર કરવાવાળો એવંભૂત નય છે, જેમ કે, ઈન્દન ક્રિયા (આજ્ઞા આપવી આદિ દ્વારા જે ઐશ્વર્ય) નો અનુભવ કરતો ઈન્દ્ર છે.
કહેવાનો અર્થ એ છે કે, વ્યુત્પત્તિ દ્વારા જે ક્રિયા પ્રતીત થાય છે, તેના કારણે અર્થોમાં શબ્દોનો પ્રયોગ થાય છે. જે ક્રિયા નિમિત્ત છે, તે જો ન હોય તો અર્થ શબ્દનો વાચ્ય નથી બનતો. એટલે કે જે શબ્દોનો આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છીએ, તે અર્થને તે પદાર્થ તે સમયે યથાર્થ અનુભવ કરતો હોય તો જ તેના માટે તે શબ્દ ઉપયોગ કરાય, એવી માન્યતા એવંભૂત નયની છે. જેમ કે, ઈન્દ્ર શબ્દનો પ્રયોગ ઈન્દન અર્થમાં થાય છે, તે ઈન્દન (ઐશ્વર્યના અનુભવ) ને તે ઈન્દ્ર તે સમયે યથાર્થ અનુભવ કરતો હોય તો જ ઈન્દ્રને માટે તે શબ્દ ઉપયોગમાં લઈ શકાય, એવી એવંભૂત નયની માન્યતા છે. જ્યારે તે ઐશ્વર્યનો અનુભવ નથી કરતો, ત્યારે વાસ્તવમાં ઈન્દ્ર શબ્દનો પ્રયોગ તેના માટે ન હોવો જોઈએ. એવી એવંભૂત નયની માન્યતા છે.
એવંભૂત નયની માન્યતા 61) છે કે, સ્ત્રીના મસ્તક પર આરૂઢ જલથી ભરેલો “ઘટ” જ ઘટ છે. પરંતુ કુંભારની ભઠ્ઠીમાં રહેલો ઘટ કે પોતાના ઘરના ખૂણામાં પડી રહેલો ઘટ વાસ્તવમાં ઘટ નથી. કારણ કે, તેની પોતાની જલાહરણ ક્રિયા તે સમયે વિદ્યમાન નથી. એવંભૂત નયની માન્યતાને સ્પષ્ટ કરતા નયકર્ણિકા ગ્રંથમાં કહ્યું છે કે,
81. पदार्थव्युत्पत्तिनिमित्तक्रियाकालव्यापकपदार्थसत्ताभ्युपगमपर एवम्भूतः। आह च भाष्यकार:एवं जह सद्दत्थो संतो भूओ तह तयन्नहाभूओ। तेणेवंभूयनओ सद्दत्थपरो विसेसेणं ।।२२५१ ।। अयं हि योषिन्मस्तकारुढं जलाहरणादिक्रियानिमित्तं घटमानमेव घटं मन्यते, न तु स्वगृहकोणादिव्यवस्थितमचेष्टनादित्येवं विशेषतः शब्दार्थतत्परोऽयमिति भावः। (नयरहस्य)