________________
નયવાદ
૧૭૭
અર્થ : પર્યાયવાચી શબ્દોમાં નિરુક્તિ (વ્યુત્પત્તિ) ના ભેદથી શબ્દોના અર્થમાં ભેદ માનવાવાળો અભિપ્રાય સમભિરૂઢ નય છે. શબ્દનય પર્યાયોના ભેદમાં પણ અર્થનો અભેદ માને છે. પરંતુ સમભિરૂઢ નય પર્યાયોના ભેદમાં અર્થનો પણ ભેદ માને છે અને અર્થમાં જે પર્યાયોને અભેદ છે, તેની ઉપેક્ષા કરે છે, જેમ કે, ઈન્દનને કારણે ઈન્દ્ર, શક્તિના કારણે શક, અને નગરનું વિદારણ કરવાને કારણે પુરંદર.
કહેવાનો આશય એ છે કે, શબ્દોના ભેદથી અર્થનો ભેદ પ્રાપ્ત થાય છે. વૃક્ષ અને મનુષ્ય ભિન્ન શબ્દ છે. તે બંનેના અર્થ પણ ભિન્ન છે. જે શબ્દોના પર્યાય કહેવાય છે, તે પણ ભિન્ન ભિન્ન શબ્દ છે. શક્ર, ઈન્દ્ર, પુરંદર વગેરે શબ્દ ભિન્ન છે, તેથી તેનો અર્થ પણ ભિન્ન થવો જોઈએ. અહીં ધ્યાન રાખવા જેવી એક વાત એ છે કે, જ્યાં શબ્દ ભિન્ન હોય છે, ત્યાં અર્થનો ભેદ થાય છે, એટલું કહીને સમભિરૂઢ નય અર્થોમાં ભેદ હોવાથી વાચક શબ્દોના ભેદને અનિવાર્ય નથી કહેતો. જ્યાં અર્થ ભેદ હોય છે, ત્યાં અવશ્ય વાચક શબ્દોના ભેદ છે, એવો સમભિરૂઢનો અભિપ્રાય નથી. કોઈ શબ્દ એવા પ્રકારનો હોય છે, જેના અર્થ અનેક હોય છે. જેમ કે, “ગો” શબ્દ એક છે, પણ તેના અર્થ ગાય, વાણી, ભૂમિ, કિરણ વગેરે અનેક છે. તે જ રીતે “હરિ” શબ્દના પણ અનેક અર્થ છે. અનેકાર્થક શબ્દોમાં અર્થનો ભેદ તો છે, પરંતુ વાચક શબ્દનો ભેદ નથી. તેથી સમભિરૂઢ નય શબ્દ ભેદ હોવાથી અર્થનો ભેદ આવશ્યક સમજે છે. જ્યાં શબ્દભેદ છે, ત્યાં અર્થભેદ છે, આ નિયમ સમભિરૂઢ નય પ્રમાણે છે.
અહીંયાં ઉલ્લેખનીય છે કે, અર્થના ભેદને કેવળ શબ્દનો ભેદ પ્રકાશિત કરે છે, એવું નથી. લક્ષણ અને સ્વરૂપનો ભેદ પણ અર્થના ભેદને પ્રગટ કરે છે. કોઈ સ્થળે અર્થનો ભેદ શબ્દના ભેદથી પ્રતીત