________________
૧૭૮
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
થાય છે અને કોઈ સ્થળે લક્ષણ કે સ્વરૂપના ભેદથી અર્થનો ભેદ પ્રતીત થાય છે. ઘટ અને પટ શબ્દ ભિન્ન છે. તેથી આ સ્થળે શબ્દભેદના કારણે અર્થમાં ભેદ પ્રતીત થાય છે. જે સ્થાને “ગો' શબ્દ ગાય-ભૂમિ આદિ અનેક અર્થોને કહે છે. તે સ્થાને સ્વરૂપનો ભેદ કે લક્ષણનો ભેદ અર્થના ભેદને પ્રગટ કરે છે. પ્રસ્તુતમાં, શક, ઈન્દ્ર પુરંદર આદિ શબ્દ ભિન્ન છે, તેથી તે શબ્દોના અર્થ પણ ભિન્ન હોવા જોઈએ એવો સમભિરૂઢ નયનો અભિપ્રાય છે.
શબ્દનયની માન્યતા અને સમભિરૂઢ નયની માન્યતાને સ્પષ્ટ કરતાં નયકર્ણિકા ગ્રંથમાં કહ્યું છે કે,
अर्थं शब्दनयोऽनेकैः पर्यायैरेकमेव च। मन्यते कुंभकलशघटाघेकार्थवाचकाः ।।१४।। बूते समभिरुढोऽर्थं भिन्नं पर्यायभेदतः। भिन्नार्थाः कुंभकलशघटा घटपटादिवत् ।।१५।। यदि पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत्। भिन्नपर्यायोर्न स्यात् स कुंभपटयोरपि ।।१६।।
અર્થ શબ્દનય અનેક પર્યાયોનો પણ એક અર્થ માને છે અર્થાત્ શબ્દનય પર્યાયવાચી શબ્દોના ભેદ હોવા છતાં પણ તે બધાનો અર્થ તો એક (અભેદ) જ માને છે. તેના મત પ્રમાણે કુંભ, કળશ, ઘટ આદિ શબ્દ એકાર્યવાચક જ છે, જ્યારે સમભિરૂઢ નય પર્યાયના ભેદથી અર્થને ભિન્ન માને છે, જેમ કે, ઘટ અને પટ શબ્દ ભિન્ન હોવાથી તેના અર્થ ભિન્ન છે, તેમ કુંભ, કળશ, ઘટ આદિ શબ્દ ભિન્ન હોવાથી તેના અર્થ ભિન્ન છે. (તેમના મત પ્રમાણે) જો પર્યાયવાચી શબ્દોના ભેદમાં પણ અર્થનો (વસ્તુનો) ભેદ ન હોય, તો ભિન્ન-ભિન્ન પર્યાયવાળા, કુંભ અને