________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ફરક એટલો જ છે કે પ્રમાણ વસ્તુના બધા ધર્મોનું ગ્રાહક છે અને નય તે તે વસ્તુના પોતાને અભિપ્રેત એક નિશ્ચિત પ્રકારના ધર્મનો ગ્રાહક છે.
૯૪
નયપ્રદીપ ગ્રંથમાં પ્રમાણ અને નયના વિષયોને બતાવતા કહ્યું છે કે, સામાન્ય-વિશેષાદિ નાના (અનેક) સ્વભાવાત્મક ઘટાદિ વસ્તુ પ્રમાણનો વિષય છે. જ્યારે તે ઘટાદિ વસ્તુઓનાં અનેક સ્વભાવોમાંથી વિવક્ષિત એક સ્વભાવ નયનો વિષય છે.” ટૂંકમાં, અનંતધર્માત્મક વસ્તુગ્રાહી પ્રમાણ છે અને પ્રમાણ દ્વારા સંગૃહીત અનંતધર્માત્મક વસ્તુનો એક અંશ નય નો વિષય છે. જ્ઞાતાના અભિપ્રાય વિશેષને પણ નય કહેવાય છે.(10)
અનુયોગદ્વાર સૂત્રની ટીકામાં નયનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે, ‘‘સર્વત્રાનન્તધર્માંધ્યાક્ષિતે વસ્તુનિ ાંશપ્રા જો વોધો નય:’' સર્વત્ર અનંતધર્માત્મક વસ્તુમાં એક અંશનો ગ્રાહક બોધ નય કહેવાય છે. પ્રમાણનયતત્ત્વાલોકના સાતમા પરિચ્છેદમાં કહ્યું છે કે,
*
" नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ।।७ / १ । । ”
શાબ્દબોધમાં પ્રતિભાસિત થતી અનંત અંશાત્મક વસ્તુમાંથી ઈતર અંશોની ઉદાસીનતાપૂર્વક વસ્તુનો એક અંશ જે અભિપ્રાય વિશેષથી ખબર પડે તે વક્તાના અભિપ્રાય વિશેષને નય કહે છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થમાં અનંતધર્મ રહેલાં છે. તેમાંથી અભીષ્ટ અંશોને (ધર્મોને) ગ્રહણ કરવાવાળો અને તેનાથી અતિરિક્ત બીજા ધર્મો પ્રતિ ઉદાસીન રહેવાવાળો અર્થાત્ તે ધર્મોનો અપલાપ ન કરવાવાળો જે જ્ઞાતાનો અધ્યવસાય વિશેષ છે, તે નય કહેવામાં આવે છે.
9. પ્રમાળેન સંગૃહીતાર્થેાંશો નય: ।। 10. જ્ઞાતુરભિપ્રાય: નય:। (નવપ્રવી૫:)