________________
૧૨૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રતીત થાય છે અને સત્ત્વ વિશેષણ રૂપથી પ્રતીત થાય છે. ચૈતન્યનો આત્મા સાથે ભેદ અને અભેદ છે. સત્ત્વ જે રીતે આત્મામાં છે, તે રીતે આત્માથી અભિન્ન ચૈતન્યમાં પણ છે. ચૈતન્ય અને સત્ત્વ બંને ધર્મ છે, તેમનામાં ન કોઈ મુખ્ય છે અને ન કોઈ ગૌણ. વિશેષ્ય અને વિશેષણ રૂપથી કહેવાને લીધે ચૈતન્ય મુખ્ય રૂપે પ્રતીત થાય છે અને સત્ત્વ વિશેષણ રૂપે.
ચૈતન્ય અને સત્ત્વ બંને વ્યંજન પર્યાય છે. આ બે પર્યાયોનું મુખ્ય અને ગૌણ માત્રથી પ્રતિપાદન કરવાવાળો નૈગમ છે. અહીંયાં સત્વરૂપ વ્યંજન પર્યાય તિર્યક્ર સામાન્ય છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં સમાન પરિણામને તિર્યક સામાન્ય કહે છે. રત્નાકરાવતારિકામાં શ્રી રત્નપ્રભસૂરિજી મ. કહે છે ___ - तिर्यक् सामान्यं तु प्रतिव्यक्ति-सदृशपरिणामलक्षणं व्यंजनपर्याय પડ્યા (રત્નાકરાવતારિકા, પરિચ્છેદ-૭, સૂત્ર-૫, પૃષ્ઠ-૭, ભાગ ત્રીજો) વ્યંજન પર્યાય અને અર્થપર્યાયનું સ્વરૂપ જણાવતાં કહે છે કે, . प्रवृत्तिनिवृत्तिनिबंधनार्थक्रियाकारित्वोपलक्षितो व्यञ्जनपर्यायः। भूतभविष्यत्वसंस्पर्शरहितं वर्तमानकालावच्छिन्नं वस्तुस्वरूपं चार्थपर्यायः। (નૈનતમાકા)
અર્થ : પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કારણભૂત અર્થક્રિયાકારિત્વથી ઉપલલિત પર્યાય વ્યંજન પર્યાય છે. ભૂત અને ભવિષ્યના સ્પર્શથી રહિત વર્તમાનકાળમાં થવાવાળું વસ્તુનું સ્વરૂપ અર્થ પર્યાય છે.
કહેવાનો આશય એ છે કે, વસ્તુઓમાં અનેક પ્રકારનાં ધર્મ છે, તે ધર્મોના કારણે અર્થ (વસ્તુ) ભિન્ન-ભિન્ન કાર્યો કરે છે. અગ્નિમાં ઉષ્ણ સ્પર્શ છે તેથી તેના દ્વારા દાહરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. દાહરૂપ અર્થક્રિયાને ઉત્પન્ન કરવાવાળા અગ્નિનું ઉષ્ણ પરિણામ