________________
૧૩૫
બંને આરોપ પણ નૈગમનયથી શક્ય બને છે. બાહ્ય ક્રિયાને ધર્મ કહેવો, તેમાં કારણમાં કાર્યનો આરોપ ક૨વામાં આવ્યો છે. બાહ્ય ક્રિયા ધર્મનું કારણ છે. ધર્મના કારણને ધર્મના રૂપમાં કથન ક૨વું, તે કારણમાં કાર્યારોપ છે...(૪)
નયવાદ
(૨) સંકલ્પ –
સંકલ્પ એટલે કોઈપણ કામ કરવાનો દૃઢ નિર્ધાર. સંકલ્પપૂર્તિને માટે જે ક્રિયા થાય તે સ્વપરિણામસ્વરૂપ છે અને તે અંતિમ ક્રિયા સુધી પહોંચવા માટે જે અવાન્તર ક્રિયાઓ થાય, તે કાર્યાન્તર પરિણામ છે. સંકલ્પને સિદ્ધ ક૨વા માટે અન્ય જે કંઈ કાર્ય ક૨વામાં આવે તેને પણ સંકલ્પનું જ કાર્ય કહેવામાં આવે છે. પ્રસ્થક બનાવતાં પહેલાં લાકડું લાવવું વગેરે બધાં કાર્ય પણ સંકલ્પનાં જ કાર્ય કહેવાય છે. પહેલા ઉદાહરણમાં જોયા પ્રમાણે સુથારને પૂછેલાં પ્રશ્ન અને ઉત્તર સંકલ્પરૂપ નૈગમની દૃષ્ટિએ સાચા છે. આ નયની માન્યતા મુજબ જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને આનુષંગિક બધી જ ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય છે.
(૩) અંશ :
અંશનો પૂર્ણમાં ઉપચાર કરવામાં આવે તે અંશ નૈગમનયની દૃષ્ટિથી શક્ય બને છે. જેમ કે, કપડાંનો એક ભાગ (અંશ) ફાટી જાય તો પણ ‘કપડું ફાટી ગયું'' એવો જે વ્યવહાર થાય છે, તે અંશ નૈગમનયની દ્રષ્ટિ એ થાય છે.
તેના બે ભેદ છે : (૧) ભિન્ન અને (૨) અભિન્ન. વસ્તુનો જે અંશ કે જે વસ્તુથી ભિન્ન છે, તેને આશ્રયમાં રાખીને અંશનો પૂર્ણમાં ઉપચાર કરવામાં આવે તે ભિન્ન અંશ નૈગમનય છે અને વસ્તુનો જે અંશ કે જે વસ્તુથી અભિન્ન છે, તેને આશ્રયમાં રાખીને અંશનો પૂર્ણમાં ઉપચાર