________________
૧૬૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
શોભાયમાન કરવામાં આવે છે. સોનાની લગડીઓ પહેરી શકાતી નથી. તે શરીરને શોભાયમાન નથી કરી શકતી. તેથી પર્યાય એ જ તત્ત્વ છે. આ રીતે શબ્દાદિ ત્રણ નય પર્યાયને વધુ મહત્ત્વ આપે છે, તેથી તે પાછળના ત્રણ નય પર્યાયાર્થિક કહેવાય છે. આ માન્યતામાં આચાર્યોમાં કોઈ વિવાદ નથી.
વિવાદ વચ્ચેના (એક) ઋજુસૂત્રનયના વિષયમાં છે. ઋજુસૂત્રનય વર્તમાનકાળને માને છે. વર્તમાનકાળ બે પ્રકારનો છે. ૧. ક્ષણિક વર્તમાનકાળ અને ૨. કંઈક લાંબો (દીર્ધ) વર્તમાનકાળ. આ બંને પ્રકારના વર્તમાનકાળમાં તે તે સમયમાં થવાવાળા પર્યાય પણ છે અને તે તે પર્યાયને આધારભૂત દ્રવ્ય પણ છે. સિદ્ધાન્તવાદી આચાર્ય ભગવંતો આ ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક નયમાં એટલા માટે લઈ જાય છે કે, “આ નય તે તે સમયમાં થતા પર્યાયના આધારભૂત દ્રવ્યાંશને વધારે માને છે.” એવું સિદ્ધાન્તવાદી આચાર્યોનું કહેવું છે, જ્યારે તર્કવાદી આચાર્ય ભગવંતો આ જુસૂત્રનયને પર્યાયાર્થિક નયમાં એટલા માટે લઈ જાય છે કે, “આ નય તે તે સમયમાં પ્રગટ થતા પર્યાયાંશને વધારે માને છે.” તેથી તર્કવાદી આચાર્ય ભગવંતો આ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક નયમાં લઈ જાય છે, જેનાથી બંને આચાર્ય ભગવંતના અભિપ્રાય અલગ પડે છે.
દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ દ્રવ્ય જ સત્ય છે, પર્યાય કલ્પિત છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ પર્યાય જ સત્ય છે. પર્યાયોથી ભિન્ન એવું દ્રવ્ય છે જ નહીં અને પર્યાયોથી જ અર્થક્રિયા થાય છે. નિત્ય એવું દ્રવ્ય
ક્યાંય પણ ઉપયોગમાં નથી આવતું. આ પ્રમાણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું લક્ષણ ઉપર પ્રમાણે હોવાથી તાર્કિક પૂ. આચાર્ય ભગવંતનું કહેવું છે કે, ભૂતકાળ અને ભાવિકાળના પર્યાયોનો પ્રતિક્ષેપ