________________
નયવાદ
૧૬ ૩
દ્રવ્ય જ દેખાય છે. જેમ કે, સોનાનાં જૂના ઘરેણાં તોડીને નવાં નવાં બનાવતાં સોનાના માલિકને હર્ષ-શોક થતો નથી, કારણ કે, તેને તે ઘરેણાંઓમાં સોનું જ દેખાય છે અને મારું સોનું મારા ઘરમાં જ રહે છે અર્થાત્ કુંડળ-કડુ-કેયૂર-કટિબંધ બનાવવા છતાં પણ માત્ર સોનું જોવાવાળાને સુવર્ણદ્રવ્ય જ પ્રધાનતયા દેખાય છે. યદ્યપિ પર્યાય પણ દેખાય છે પણ તેને તે ગૌણ કરે છે. તે જ રીતે પર્યાયાર્થિકનયની દૃષ્ટિ જ્યારે હોય છે, ત્યારે પર્યાય જ દેખાય છે. દ્રવ્ય ગૌણ થઈ જાય છે. જેમ કે, કુંડળ-કડુ-કેયૂર-કટિબંધ આ બધાં જ અલંકારોમાં સુવર્ણ દ્રવ્ય એનું એ જ હોવા છતાં પણ કાનમાં પહેરવું હોય તો કુંડળ જ કામ આવે છે. હાથમાં પહેરવું હોય તો કડું જ કામ આવે છે. આ રીતે પર્યાય દ્વારા જ તે તે અર્થક્રિયા થાય છે. તેથી તે-તે પર્યાય જ યથાર્થ સત્ય દેખાય છે. દ્રવ્ય પણ અવશ્ય દેખાય છે, પરંતુ તેના તરફની દૃષ્ટિ ગૌણ થઈ જાય છે. આ રીતે જગતના બધા જ પદાર્થ દ્રવ્ય અને પર્યાયમય છે. માત્ર દષ્ટિની પ્રધાનતાએ જ એક મુખ્ય દેખાય છે અને બીજો ભાગ ગૌણ દેખાય છે.
નગમ-સંગ્રહ-વ્યવહાર, આ પ્રથમના ત્રણ નય બધા જ પદાર્થોમાં દ્રવ્યને જ વધારે જુએ છે. પર્યાયો તરફ તે નય દૃષ્ટિપાત કરતો નથી. તેથી તે નયોને દ્રવ્ય જ સત્ય દેખાઈ આવે છે. પર્યાય કલ્પિત લાગે છે. પર્યાય બુદ્ધિથી આરોપિત માત્ર છે, એવું આ ત્રણ નય માને છે. કુંડલાકાર કે કડાનો આકાર એ તો કેવળ સુવર્ણકાર દ્વારા કરેલો કલ્પિત આકાર માત્ર છે. તે આજે હોય કાલે ન પણ હોય, વાસ્તવિક તો તે સુવર્ણ દ્રવ્ય જ છે. આ રીતે આ નય વિચારે છે. તેથી આ ત્રણ નય દ્રવ્યાર્થિક કહેવાય છે. આ રીતે શબ્દાદિ પાછળના ત્રણ નય પર્યાયોને જ વિશેષથી જૂવે છે, અલંકાર યથાસ્થાને પહેરાય છે. અલંકારોથી શરીર