________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કહેવાય છે. અહીંયાં ઘટ શબ્દને ‘ઘટ' નામથી સંબોધવું એ જ નામ નિક્ષેપ છે. ઘટ શબ્દથી વાચ્ય જેમ ઘટરૂપ અર્થ થાય છે, તેમ ઘટ શબ્દનો વાચ્ય ઘટ શબ્દ પણ થાય છે. ઘટાત્મક અર્થ અને ઘટ શબ્દ આ બંનેમાં ભેદ રહેવા છતાં પણ ઘટ શબ્દ વાચ્યત્વરૂપથી કથંચિત્ અભેદ જ રહે છે. આ વસ્તુને પ્રમાણિત કરવા માટે શાસ્ત્ર વચનનું પ્રદર્શન કર્યું છે કે, ગર્વાભિધાનપ્રત્યયાસ્તુત્યનામઘેયાઃ અર્થ એટલે ઘટાદિ વસ્તુ, અભિધાન એટલે ઘટ શબ્દ અને પ્રત્યય એટલે ઘટ ઈત્યાકારક બુદ્ધિ, આ ત્રણેયનો નામધેય એટલે કે સંજ્ઞા તુલ્ય અર્થાત્ એક જ છે. જો ઘટ અર્થનો બોધ કોઈને ક૨વો હોય તો ઘટ શબ્દનો પ્રયોગ કરવો જેમ જરૂરી હોય છે, તેમ જ ઘટ શબ્દનો અને ‘પદ:' ઈત્યાકારક બુદ્ધિનો બોધ કોઈને કરાવવો હોય તો પણ ઘટ શબ્દનો જ પ્રયોગ કરવો પડે છે. તેથી વાચ્ય ઘટ, વાચક શબ્દ તથા ઘટ શબ્દથી થવાવાળી બુદ્ધિ, આ ત્રણેયનું નામ ઘટ જ થાય છે. વાચ્ય અને વાચકમાં કથંચિત્ તાદાત્મ્ય (અભેદ) અહીંયાં અભીષ્ટ છે. જો ઘટરૂપ વાચ્ય અને ઘટશબ્દસ્વરૂપ વાચક આ બંનેમાં અત્યંત ભેદ માનવામાં આવે તો ઘટરૂપ અર્થમાં જે નિયમતઃ ઘટપદની શક્તિ માનવામાં આવે છે, તે સિદ્ધ નહીં થાય. કારણ કે, ઘટ શબ્દની અપેક્ષાએ ઘટરૂપ અર્થમાં જેમ અત્યંત ભેદ રહે છે, તેમ પટાદિરૂપ અર્થમાં પણ રહે છે. તેથી ઘટ શબ્દની શક્તિ પટાદિરૂપ અર્થમાં પણ થઈ શકે છે. એટલે ઘટ શબ્દ અને ઘટરૂપ અર્થ આ બંનેમાં કથંચિત્ અભેદ માનવો આવશ્યક છે.
૧૩૮
કોઈ ચિત્ર આદિમાં જે ઘટાકારનું પ્રદર્શન કરવામાં આવે તેને સ્થાપના ઘટ કહેવામાં આવે છે, કારણ કે, આકારની દૃષ્ટિએ જોવામાં આવે તો તે ઘટાકાર અને વાસ્તવિક ઘટ આ બંનેમાં તુલ્ય પરિણામ થાય છે. જો ચિત્રાદિગત ઘટાકારને ઘટસ્વરૂપ ન માનીએ.તો તે