________________
નયવાદ
૧૫૧
વર્ણવાળો અંગીકાર કરે છે અર્થાત્ વિશેષને પ્રધાન બનાવીને જેમ ભ્રમરને કૃષ્ણ વર્ણવાળો સ્વીકારે છે, તેમ વ્યવહા૨ નય પણ વિશેષને પ્રધાન બનાવીને વસ્તુને ગ્રહણ કરવાવાળો છે. ઉપરાંત, વ્યવહારનય ઉપચાર પ્રાયઃ છે. અન્યત્ર પ્રસિદ્ધ અર્થનો અન્ય સ્થળે આરોપ કરવો તેને ઉપચાર કહેવાય છે. જેમ કે, માટલામાં રહેલું પાણી ઝરતું હોય (વહેતું હોય) તો માટલું ઝરે છે તથા પર્વત ઉપરના તૃણાદિ બળતા હોય તો પર્વત બળે છે, એવી રીતનો જે ઉપચાર થાય છે, તેવા ઉપચારની ભાષા બોલવાવાળો વ્યવહા૨ નય છે. વ્યવહારનય વિસ્તૃત અર્થવાળો છે. અર્થાત (અનેક વિશેષ શેય હોવાથી) અનેક વિશેષ એવા જ્ઞેય અર્થોને ગ્રહણ કરવાના અધ્યવસાયવાળો વ્યવહાર નય છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ અનેકાંત વ્યવસ્થા અને નયોપદેશમાં પણ પૂર્વોક્ત વાતોની સ્પષ્ટતા કરી છે. (52) વ્યવહાર નયના પણ ચાર નિક્ષેપા હોય છે.(53)
અહીં ઉલ્લેખનીય છે કે, નૈગમ-સંગ્રહ અને વ્યવહાર, આ ત્રણ નયોમાં નૈગમનય સામાન્ય અને વિશેષ ઉભયને ગ્રહણ કરે છે. તેથી સમ્મતિતર્ક ગ્રંથમાં સામાન્યગ્રાહી નેગમનયનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહી નેગમનો
52. विशेषतोऽवह्रियते - निराक्रियते सामान्यमनेनेति वा व्यवहारः । अयमुपचारबहुलो लोकव्यवहारपरः । वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वसव्वेसु (विशेषा. २१८३ ) इति सूत्रम् । व्यवहारः सर्वद्रव्येषु विचार्य विशेषानेव व्यवस्थापयतीति एतदर्थः । इत्थं ह्यसौ विचारयति ननु 'सदि'ति यदुच्यते तद्घटपटादि-विशेषेभ्यः किमन्यन्नाम ? वार्तामात्रप्रसिद्धं सामान्यमनुपलम्भान्नास्त्येव। (अनेकान्तव्यवस्था) उपचारेण बहुलो विस्तृतार्थश्च लौकिकः । यो बोधो व्यवहाराख्यो नयोऽयं लक्षितो बुधैः ।। २५ । दह्यते गिरिरध्वासौ याति स्रवति कुंभिका । इत्यादिरुपचारोऽस्मिन् बाहुल्येनोपलभ्यते ।।२६।। विस्तृतार्थो विशेषस्य प्राधान्यादेष लौकिकः । पंचवर्णादिभृंगादौ श्यामत्वादिविनिश्चयात् ।।२७।। पंचवर्णाभिलापेऽपि श्रुतव्युत्पत्तिशालिनाम् । न तद्बोधे विषयताऽपरांशे व्यावहारिकी ।। २८ ।। 53. અસ્થાપિ વત્વારો નિક્ષેપા અભિમતા (નૈયરહસ્ય)