________________
નયવાદ
૧ ૫૯
પ્રશ્ન. ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છે કે પર્યાયાર્થિકનય છે?
ઋજુસૂત્રનયનો સમાવેશ કોઈ પૂ. આચાર્ય ભગવંત દ્રવ્યાર્થિકનયમાં કરે છે અને કોઈ પૂ. આચાર્ય ભગવંત તેનો અંતર્ભાવ પર્યાયાર્થિકનયમાં
કરે છે, તો બંને પક્ષની માન્યતાને કઈ રીતે સંગત કરીશું? ઉત્તર નૈગમ, સંગ્રહ અને વ્યવહાર : આ ત્રણ નય દ્રવ્યાર્થિક છે અને
શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત ? આ ત્રણ નય પર્યાયાર્થિક છે. આ વિષયમાં કોઈ મતભેદ નથી. જે મતભેદ છે, તે માત્ર ઋજુસૂત્રનયના વિષયમાં છે. તે મતભેદને દૂર કરીને બંનેના અભિપ્રાયોનો સુંદર સમન્વય ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂ. મહોપાધ્યાયજી મહારાજાએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કરી દીધો છે અને તે પણ ગુર્જરભાષા (ગુજરાતી) માં છે. આપણે તેના આધારે અગાઉના પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી વિચારીશું. રાસની આઠમી ઢાળમાં કહ્યું છે કે, पज्जवनय तिअ अंतिमा रे; प्रथम द्रव्यनय चार। जिनभद्रादिक भासिआ रे, महाभाष्य सुविचार रे।।८-१२।। सिद्धसेन मुख हम कहई रे, प्रथम द्रव्यनय तीन। तस ऋजुसूत्र न संभवइं रे, द्रव्यावश्यक लीन रे।।८-१३।।
- શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી આદિ મહાપુરુષોએ વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથોમાં પાછળના ત્રણ નય તો પર્યાયાર્થિકનય અને પ્રથમના ચાર નયોને દ્રવ્યાર્થિક નયના રૂપમાં બતાવ્યાં છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી પ્રમુખ પૂ. આચાર્ય ભગવંતોના સમ્મતિતર્ક ઈત્યાદિ ગ્રંથમાં પ્રથમ - ત્રણ નયોને દ્રવ્યાર્થિકનય કહે છે અને 28 જુસૂત્રનય દ્રવ્યાવશ્યકને માનવામાં સંભવવાળો નથી. ગ્રંથકારશ્રી આ વિષયની વિશેષ સ્પષ્ટતાઓ સ્વોપજ્ઞ