________________
નયવાદ
૧૩૯
ઘટાકારને કેવળ આકાર જ કહેવો પડશે. પરંતુ તેને “આ ઘટાકાર છે.” એવું નહીં કહી શકીએ. એટલે ઘટાકારતા જ અયુક્ત થઈ જવાનો પ્રસંગ આવશે. જો આ શંકા થાય કે, ઘટને પણ જો ઘટ જ માનીશું તો વાસ્તવિક ઘટની અપેક્ષાએ સ્થાપના ઘટમાં શું વિશેષતા હશે? તો આનું સમાધાન એ છે કે, સ્થાપના ઘટ મુખ્ય ઘટની પ્રતિકૃતિ છે, મુખ્ય ઘટથી જે જલાહરણાદિ અર્થ ક્રિયા થાય છે, તે સ્થાપના ઘટથી નથી થઈ શકતી. તેથી ચિત્રાદિમાં મુખ્ય અર્થનો અભાવ છે, આ જ સ્થાપના ઘટ અને મુખ્ય ઘટમાં વિશેષતા છે.
ઘટના ઉપાદાન કારણ મૃત્-પિંડાદિને દ્રવ્યઘટ કે ઘટનો દ્રવ્ય નિક્ષેપ કહે છે. જો મૃત પિંડારિરૂપ દ્રવ્યને ઘટ માનવામાં ન આવે તો ઘટ મૃપિંડનું પરિણામ છે અને મૃતપિંડ ઘટના પરિણામી છે. આ રીતનો પરિણામ-પરિણામીભાવ, ઘટ અને મૃપિંડ આ બંનેમાં નહીં થાય. તેથી દ્રવ્યઘટને પણ ઘટ માનવો જોઈએ અને તે બંનેમાં કથંચિત્ અભેદ પણ માનવો જોઈએ. અત્યંત ભેદ માનવાથી બંનેના પરિણામ-પરિણામી ભાવ જ નહીં બને. જલાહરણ સાધનીભૂત કબૂઝીવાદિમાનું ઘટને ભાવઘટ કહે છે, તેને જ ભાવનિક્ષેપ પણ કહે છે. કારણ કે, એમાં ઘટના ગુણ અને પર્યાય વિદ્યમાન રહે છે. આ બધાને માન્ય છે, તેથી ભાવઘટમાં ઘટ પદની વૃત્તિ એટલે શક્તિ નામક સંબંધ થવામાં કોઈને પણ સંદેહ નથી. ભાવનિક્ષેપને પણ નેગમનય માને છે. આ રીતે ચારેય નિક્ષેપ નેગમનયને માન્ય છે અને આ સાથે નગમનયનું વર્ણન પણ પૂર્ણ થાય છે. (૨) સંગ્રહનય :
સંગ્રહનયનું સ્વરૂપ સમજાવતાં અને તેના પ્રકાર બતાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે,